કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ
તસવીર : પી.ટી.આઇ.
મહારાષ્ટ્રથી કેરલા સુધી વિસ્તરેલા વેસ્ટર્ન ઘાટમાં અનેક પ્રકારની જૈવિક વિવિધતા છે. તાજેતરમાં ભારત અને અમેરિકાના સંશોધકોએ માત્ર કેરલાના કોચી પાસેથી નાના કદના દેડકાની પાંચ નવી પ્રજાતિ શોધી કાઢી છે, જે દરેક રીતે અલગ પડે છે.