° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


છ વર્ષની ઉંમરે ડ્રગ્સ લેતી આ મહિલાએ કઈ રીતે લત છોડાવી એ જાણવા જેવું છે

15 June, 2021 10:08 AM IST | America | Gujarati Mid-day Correspondent

અમેરિકાની વર્જિનિયા ગિની બર્ટન માત્ર ૬ વર્ષની હતી ત્યારથી જ ડ્રગ્સ લેતી હતી. ઘણા લાંબા સમય સુધી તેણે હેરોઇનનું સેવન કર્યું હતું. પણ....

ગિની બર્ટન

ગિની બર્ટન

અમેરિકાની વર્જિનિયા ગિની બર્ટન માત્ર ૬ વર્ષની હતી ત્યારથી જ ડ્રગ્સ લેતી હતી. ઘણા લાંબા સમય સુધી તેણે હેરોઇનનું સેવન કર્યું હતું. લાંબા સમય સુધી તે બેઘર રહી હતી. વળી કેટલોક સમય તેણે જેલમાં પણ વિતાવ્યો હતો. જોકે આ તમામ કપરી પરિસ્થિતિ સામે તેણે લડત આપી તેમ જ આ બધામાંથી બહાર આવી. હવે ૪૮ વર્ષની વયે તે ગ્રૅજ્યુએટ થઈ છે. તેની જીવનની આ ગાથા ઘણી વાઇરલ થઈ છે.

ડ્રગ્સની લતની અસર તેના અંગત જીવન પર પણ પડી છે અને એથી જ લાંબા સમય સુધી તે બેઘર રહી હતી. ગયા મહિને ફેસબુક પર તેણે પોતાના બે ફોટો શૅર કર્યા હતા, એટલું જ નહીં, કઈ રીતે ડ્રગ્સની લત છોડી હતી એ વાત જણાવતાં તેણે લખ્યું હતું કે ‘મને ઘણી વાર લાગતું કે હું કોઈ બાંકડા પર હાથમાં ઇંજેકશન સાથે મરણ પામેલી કે કોઈકે માથામાં ગોળી મારી હોય એવી હાલતમાં મળીશ.’

અમેરિકામાં સીએટલની યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાંથી પૉલિટિકલ સાયન્સમાં ગ્રૅજ્યુએટ થયેલી વર્જિનિયાનો યુવાવર્ગને સંદેશ છે. તે કહે છે, ‘હું માત્ર એટલું જ કહીશ કે પોતાની જાતને કોઈએ કદી નીચી નહીં ગણવી. ભવિષ્ય તમને ક્યાં લઈ જશે એની ખબર નથી. એથી આજથી જ મંજિલ મેળવવાની સફર શરૂ કરો. મને એવી આશા છે કે તમે પણ કંઈક નવું કરવા માગતા હશો, કંઈક અલગ. અહીં ઘણા એવા લોકો પણ છે જે તમને મદદ કરવા તૈયાર હશે.’

15 June, 2021 10:08 AM IST | America | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

બે માથાંવાળો કાચબો ક્યારેય જોયો છે?

સાઉથ કેરોલિના બીચ પર નિયમિત રીતે કરવામાં આવતી ચકાસણી દરમ્યાન એક દુર્લભ શોધ કરી શકાઈ છે

30 July, 2021 10:46 IST | South Carolina | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

જ્વાળામુખીનો પ્રચંડ પ્રકોપ

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના માઉન્ટ સાઇનાબુન્ગ ખાતે બુધવારે પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો હતો

30 July, 2021 10:45 IST | Indonesia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 

29 July, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK