Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયામાં કૂતરાએ ટીવી-રિપોર્ટરનું માઇક ઝૂંટવી લેતાં નાટ્યાત્મક દોડધામ મચી

રશિયામાં કૂતરાએ ટીવી-રિપોર્ટરનું માઇક ઝૂંટવી લેતાં નાટ્યાત્મક દોડધામ મચી

04 April, 2021 10:03 AM IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અલી ઓઝોક નામના પત્રકારે મૂક્યો છે

નાદેઝ્દા સેરેઝ્કિf

નાદેઝ્દા સેરેઝ્કિf


રશિયામાં ટીવી ન્યુઝ રિપોર્ટરનું માઇક કૂતરાએ ઝૂંટવી લીધાની ઘટના સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થઈ છે. રશિયામાં મીર ટીવી ન્યુઝ ચૅનલ પર વેધર રિપોર્ટ વાંચતા નાદેઝ્દા સેરેઝ્‍કિના નામની રિપોર્ટરનું માઇક્રોફોન લઈને એક કૂતરો ભાગી ગયો હોવાની ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અલી ઓઝોક નામના પત્રકારે મૂક્યો છે. એમાં નાદેઝ્દાએ હવામાન સમાચાર વાંચવાનું શરૂ કર્યા પછી થોડી ક્ષણમાં અચાનક એક કૂતરો દોડતો આવ્યો અને તેનું માઇક્રોફોન મોઢામાં પકડીને નાસી ગયો. નાદેઝ્દા તેની પાછળ દોડી હતી. આ ઘટનામાં સ્ટુડિયોની પાછળના ભાગમાં ઉપસ્થિત ઍન્કર એલિના દાશ્કુએવાની હિલચાલો પણ રસપ્રદ અને રમૂજી રીતે નોંધાઈ છે. રિપોર્ટરે છેવટે ડૉગી પાસેથી માઇક્રોફોન પાછું મેળવ્યું અને છેલ્લે તેના પગનો પંજો પકડીને ‘શેકહૅન્ડ’ પણ કર્યું એ પણ વિડિયોમાં નોંધાયું છે. એ વિડિયોને ટ્વિટર પર બાવન લાખ વ્યુઝ અને હજારો કમેન્ટ્સ પ્રાપ્ત થયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2021 10:03 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK