° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદવું છે?

15 June, 2021 10:47 AM IST | Croatia | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે.

ઘર

ઘર

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે. જોકે ક્રોએશિયાના એક નગરની વાત સાવ નોખી છે. આ નગરમાંથી લોકોની વસતી એટલી બધી ઓછી થઈ ગઈ છે કે વધુ લોકોને આ નગર તરફ આકર્ષવા સત્તાવાળાઓએ કેટલાંક ઘર પાણીના ભાવે વેચવા કાઢ્યાં છે.

લીગ્રેડ નગર એક સમયે ક્રોએશિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું બીજા નંબરનું શહેર હતું, પરંતુ એક સદી પહેલાં ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યનો અંત આવતેં ધીમે-ધીમે લોકો આ નગર છોડીને બીજે સ્થાયી થવા લાગ્યા હતા. ૭૦ વર્ષ પહેલાં આ નગરમાં ૫૫૦૦ લોકોની વસતી હતી, પણ હવે માંડ ૨૨૫૦ લોકો જ રહે છે. સત્તાવાળાઓએ વન-જંગલ વચ્ચેના આ નગરમાં ૨૦ જેટલાં ઘર વેચવા કાઢ્યાં છે જેથી નવા-નવા લોકો અહીં આવીને વસે અને વસ્તી વધે. દરેક ઘરની કિંમત માત્ર ૧ કુના (ક્રોએશિયાનું ચલણ) છે. ૧ કુના એટલે ૧૧.૮૪ રૂપિયાનું મૂલ્ય થાય (પૂરા ૧૨ રૂપિયા પણ નહીં). જોકે આ બધાં ઘર સારી હાલતમાં નથી. કેટલાંક ઘરમાં બારી-બારણાં પણ નથી. હા, સ્થાનિક મહાપાલિકા હજારો કુનાની સહાય કરવા તૈયાર છે. એની શરત માત્ર એટલી છે કે વ્યક્તિગત રીતે કે યુગલ તરીકે રહેવા આવનાર વ્યક્તિ ૪૦ વર્ષથી ઓછી ઉંમરની હોવી જોઈએ અને તેઓ અહીં ખરીદેલા ઘરમાં ઓછામાં ઓછાં ૧૫ વર્ષ રહેવા તૈયાર હોય. અગાઉ આવાં ૧૭ ઘર વેચાઈ ગયાં હતાં અને હવે વધુ ૨૦ ઘર વેચવા કઢાતાં રશિયા, યુક્રેન, ટર્કી, આર્જેન્ટિના અને કોલમ્બિયાથી ઇન્ક્વાયરી આવી છે.

15 June, 2021 10:47 AM IST | Croatia | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 

29 July, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

૧૪,૮૦૦ રૂપિયાવાળી સોનાની ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે?

શું તમે સ્પેશ્યલ ટૉપિંગ્સ અને ઘટકો ધરાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪,૮૦૦ રૂપિયા ચૂકવો ખરા તો બેશક જવાબ ‘ના’ જ આવે.

29 July, 2021 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાએ ફિયાટને હરતાફરતા ઘરમાં ફેરવી

રીટેલ સ્ટોરની વર્કર હેન્ના વૅન ખરીદીને તેને કૅમ્પરમાં ફેરવી નાખવાનો વિચાર કરતી હતી, પરંતુ એનો ખર્ચ પરવડે એમ નહોતો. તેથી ફિયાટ કારમાં પોતે જ સુથારીકામ કરીને બેડ, સ્ટોરેજની થોડી જગ્યાનું સર્જન કરી નાખ્યું.

29 July, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK