Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું

ખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું

02 March, 2021 07:21 AM IST | UK

ખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું

ખડકની કિનારીએ ટેન્ટ

ખડકની કિનારીએ ટેન્ટ


હાલમાં બ્રિટનમાં લૉકડાઉન ચાલી રહ્યું છે અને કોઈનેય ખુલ્લામાં રહેવાની પરવાનગી નથી. એવામાં એક યુગલ કુદરતી માહોલને માણવા માટે એક ખડકની કિનારીએ ટૅન્ટ બાંધીને રહેતું જોવા મળ્યું હતું. નૉર્થ યૉર્કશર વિસ્તારમાં ઊંચાં ખડકોના વિસ્તારમાં એક તિરાડવાળા ખડકની કિનારીએ એક યુગલ નાના બાળક સાથે ટૅન્ટ બાંધીને રહેતું હતું. કોસ્ટગાર્ડે આ ટૅન્ટની તસવીરો પાડીને તેમના ઑફિશ્યલ ફેસબુક પેજ પર શૅર કરી હતી અને સાથે એનું લોકેશન પણ શૅર કર્યું હતું. સોશ્યલ મીડિયામાં આ બન્ને તસવીરો વાઇરલ થઈ જતાં સ્થાનિક કોસ્ટગાર્ડ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.

લૉકડાઉન અંતર્ગત કોઈને પણ રાતે ઘરની બહાર રહેવાની પરવાનગી નથી ત્યારે આવું જોખમી કામ કરનારા યુગલને તેના બાળક સાથે હટાવવામાં આવ્યા હતા. તેમને દંડ થયો હતો કે નહીં એ ખબર નથી પડી.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 07:21 AM IST | UK

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK