24 કૅરેટ ગોલ્ડની હોટેલ જોઈ લો
24 કૅરેટ ગોલ્ડની હોટેલ
વિયેટનામની રાજધાની હેનોઈની એક સિક્સ સ્ટાર હોટેલના ઇન્ટીરિયર અને એક્સ્ટીરિયરમાં ૨૪ કૅરેટ ગોલ્ડ વપરાશે. હોટેલના અંદરના અને બહારના ભાગો પર જપાનથી ઇમ્પોર્ટ કરેલી ૨૪ કૅરેટ ગોલ્ડ ઇન્ફ્યુઝ્ડ ટાઇલ્સ જડવામાં આવશે. હેનોઈ ગોલ્ડન લેક હોટેલની અંદરનું અને બહારનું બધું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે. એક્સ્ટીરિયરનું કામ લગભગ પૂરું થવામાં છે. હોટેલ પૂરેપૂરી બંધાઈ જતાં વિશ્વનું એક મહત્વનું આકર્ષણ બનશે. હોઆ બિન્હ ગ્રુપની હેનોઈ ગોલ્ડન લેક હોટેલ વિશ્વની પ્રથમ અલ્ટ્રા-એક્સક્લુઝિવ નથી. ઇન્ટીરિયર અને એક્સ્ટીરિયર બન્ને સો ટચના એટલે કે ૨૪ કૅરેટ સોનાના બનેલા રહેશે એ એની સૌથી અલગ તરી આવતી વિશેષતા અને આકર્ષણ છે. આ પ્રકારની એ વિશ્વની પહેલી હોટેલ છે. એમાં ફર્નિચર, સિન્ક અને બાથટબ સહિત બધાં સાધનો અને વસ્તુઓ તેમ જ આખી લૉબી સુધ્ધાં ગોલ્ડ પ્લેટેડ રહેશે.
દુબઈની બુર્જ અલ અરબ હોટેલ ૨૨ કૅરેટ ગોલ્ડ પ્લેટેડ એલિવેટર અને લૉબી માટે મશહૂર છે. સંયુક્ત આરબ અમીરાતની એમિરેટ્સ પૅલેસ હોટેલ ગોલ્ડ પેઇન્ટેડ સીલિંગ અને દીવાલો માટે જાણીતી છે. પરંતુ પૂર્ણરૂપે સુવર્ણમય સજાવટ હેનોઈ ગોલ્ડન લેકમાં જોવા મળશે.