° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


પક્ષી સુપરમાર્કેટમાંથી સૅન્ડવિચ ચોરીને સિફતથી બહાર આવી ગયું

08 May, 2021 08:42 AM IST | Aberdeen | Gujarati Mid-day Correspondent

શહેરના એક જાણીતા કો-ઑપરેટિવ સ્ટોરમાં લોકોની અવરજવર નહોતી ત્યારે એક તબક્કે એક સીગલ (દરિયાઈ પક્ષી) એના દરવાજાની નજીક પહોંચી ગયું હતું અને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું

સૅન્ડવિચ લઈને આવતું પક્ષી

સૅન્ડવિચ લઈને આવતું પક્ષી

સ્કૉટલૅન્ડના એબરડિન શહેરમાં થોડા દિવસ પહેલાં એક રમૂજી કિસ્સો બની ગયો. શહેરના એક જાણીતા કો-ઑપરેટિવ સ્ટોરમાં લોકોની અવરજવર નહોતી ત્યારે એક તબક્કે એક સીગલ (દરિયાઈ પક્ષી) એના દરવાજાની નજીક પહોંચી ગયું હતું અને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. દરવાજો ઑટોમૅટિક હોવાથી આ પક્ષી એન્ટ્રન્સની નજીક આવતાં જ ખૂલી ગયો હતો અને પક્ષી અંદર જતું રહ્યું.

એ સમયે દરવાજાની નજીકના રેડીમેડ ફૂડ-પૅકેટ્સના વિભાગમાં કોઈ સેલ્સમૅન કે સેલ્સગર્લની હાજરી નહોતી એટલે પક્ષી મનફાવે એ ચીજ ખેંચવા લાગ્યું અને થોડી જ ક્ષણોમાં એણે સૅન્ડવિચનું એક પૅકેટ ખેંચ્યું હતું. બીજું પણ પૅકેટ લેવાની એને લાલચ થઈ હતી, પણ એ ન લઈ શકાતાં તેણે એક જ પૅકેટ ચાંચમાં ભરાવીને ચાલતી પકડી હતી. એટલામાં બહારથી એક યુવક ગ્રાહક અંદર આવવા ગયો એટલે દરવાજો ફરી આપમેળે ખૂલી ગયો અને પક્ષી સહજતાથી બહાર આવીને દૂર જતું રહ્યું. બીજા એક ગ્રાહકે એને પકડવાની કોશિશ કરી હતી, પણ એ ભાગી જવામાં સફળ થયું હતું. એની આ બધી મીઠી હરકત કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

08 May, 2021 08:42 AM IST | Aberdeen | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કાર કુદરતનો શિકાર

સ્વિટ્ઝરલૅન્ડમાં વંટોળ અને પૂર

25 June, 2021 12:41 IST | Switzerland | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી નાના ઘોડાના શ્રેષ્ઠ મિત્ર છે ત્રણ ડૉગી

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો

25 June, 2021 12:39 IST | San Diego | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રેસ્ટોરાંમાં કસ્ટમરે બિલની રકમ કરતાં ૪૦૦ ગણી ટિપ આપી

શરૂમાં તો હોટેલના સ્ટાફને લાગ્યું કે ગ્રાહકે ભૂલથી આટલી મોટી રકમ મુકી દીધી હશે

25 June, 2021 12:36 IST | New Hampshire | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK