Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કારના ચોરે બિન્દાસ કહ્યું, ભગવાનની મદદથી હું તો ફરી કાર ચોરવાનો છું

કારના ચોરે બિન્દાસ કહ્યું, ભગવાનની મદદથી હું તો ફરી કાર ચોરવાનો છું

14 June, 2021 11:18 AM IST | Alabama
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલબામાના પ્રિચર્ડ શહેરમાં સ્થિત ફાયર સ્ટેશનની કાર ચોરાઈ હતી, જે જેફ્રે મેકેન્ટ્સે તેની પાર્ટનર સાથે મળીને ચોરી હતી. આ આખી ઘટના કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.

કારની ચોરી કરનારો વ્યક્તિ

કારની ચોરી કરનારો વ્યક્તિ


ચોરી કરનારી વ્યક્તિને ક્યારેય પોતાના કામનો પસ્તાવો નથી હોતો. ઊલટું તેઓ એટલા બેપરવા હોય છે કે જેલમાં બેસીને પણ આગળની ચોરીની યોજના ઘડતા હોય છે. અલબામાના પ્રિચર્ડ શહેરમાં સ્થિત ફાયર સ્ટેશનની કાર ચોરાઈ હતી, જે જેફ્રે મેકેન્ટ્સે તેની પાર્ટનર સાથે મળીને ચોરી હતી. આ આખી ઘટના કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. હાલમાં તો તે જેલના સળિયા પાછળ છે પરંતુ તેનું કહેવું છે કે જેલમાંથી છૂટ્યા બાદ તે પોલીસ કાર ચોરશે. 

પોલીસે જ્યારે તેને ઝડપ્યો ત્યારે તેણે પોતાનું નામ જાહેર કરવા સાથે કહ્યું હતું કે તેને ચોરી કરવા ભગવાને આદેશ આપ્યો હતો અને ડગલે ને પગલે સહાયતા પણ કરી હતી. આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે આગળની તમામ ચોરીમાં ભગવાને તેને નાસી છૂટવામાં પણ મદદ કરી હતી. જોકે આ વખતે ભગવાને સહાય ન કરવાને લીધે તે પોલીસના હાથે ઝડપાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 11:18 AM IST | Alabama | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK