અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામંથા રેમ્સડેલ નામની છોકરીનો વિડિયો ટિક ટૉક અને યુટ્યુબ બન્નેમાં લોકપ્રિય થયો છે.
સામંથા રેમ્સડેલ
અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામંથા રેમ્સડેલ નામની છોકરીનો વિડિયો ટિક ટૉક અને યુટ્યુબ બન્નેમાં લોકપ્રિય થયો છે. એક નેટિઝને સામંથાને તાજેતરમાં પૂછ્યું કે ‘તું એક કોળિયામાં કેટલા ફ્રેન્ચ ફ્રાઇઝ (પટૅટો ચિપ્સ) ખાઈ શકે? એના જવાબમાં સામંથાએ ૨૨ એપ્રિલે વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે મૅક્ડોનલ્ડ્સના ફ્રેન્ચ ફ્રાઇઝના પૅકમાં આવતી બધી ચિપ્સ એકસાથે મોઢામાં પધરાવી દીધી હતી. ૧૦ લાખથી વધારે વ્યુઝ ધરાવતો આ વિડિયો અન્ય અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કરવામાં આવ્યો છે.