° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


80 વર્ષના આ કલાકાર રોડ પર પોતાનાં પેઇન્ટિંગ્સ વેચવા બેઠા છે, જાણો કેમ

21 November, 2020 08:06 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

80 વર્ષના આ કલાકાર રોડ પર પોતાનાં પેઇન્ટિંગ્સ વેચવા બેઠા છે, જાણો કેમ

દુનીલ પાલ

દુનીલ પાલ

સોશ્યલ મીડિયા પર હાલમાં કલકત્તાના ૮૦ વર્ષના દુનીલ પાલનો વિડિયો વાઇરલ થયો છે, જેઓ કલકત્તાના ગોલપાર્ક વિસ્તારમાં સુંદર પેઇન્ટિંગ્સ વેચી રહ્યા છે. તેમની કહાણીએ નેટિઝન્સની આંખમાં આંસુ લાવી દીધાં છે અને સાથે સંતાનોના અસહિષ્ણુ વર્તન પર ભલભલાને વિચારતા કરી મૂક્યા છે.

અસાધારણ પ્રતિભા ધરાવતા સુનીલ પાલ નવરાશના સમયમાં પેઇન્ટિંગ્સ દોરે છે અને આ પેઇન્ટિંગ્સ માત્ર ૫૦ કે ૧૦૦ રૂપિયામાં વેચીને તેઓ ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. સોશ્યલ મીડિયા પરની પોસ્ટ મુજબ સુનીલ પાલ વિધુર છે અને મોટા થયેલાં સંતાનોએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. સુનીલ પાલનાં સંતાનોને હવે તેમના પિતાની જરૂર નથી. જોકે તેઓ એ નથી જાણતા કે તેમનાં બાળકો પણ આ બધું જોઈ રહ્યાં છે અને ભવિષ્યમાં તેમને આ જ રીતે મૂલવશે અને ચૂકવશે પણ. બાળકોએ કાઢી મૂક્યા બાદ હાટી બાગાન વિસ્તારમાં રહેતા સુનીલ પાલ રસ્તા પર તેમનાં પેઇન્ટિંગ્સ વેચે છે. વીકમાં બે દિવસ તેઓ ગોલપાર્ક વિસ્તારમાં પોતાનાં પેઇન્ટિંગ્સ વેચવા બેસે છે.

21 November, 2020 08:06 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદવું છે?

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે.

15 June, 2021 10:48 IST | Croatia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ખાટલાની પાટીમાં જ વણી લીધું, ‘દેશ જીતેગા, કોરોના હારેગા’

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’ અને ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે.

15 June, 2021 11:08 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ઓસામા બિન લાદેન નામના ખૂનખાર મગરમચ્છે પણ ખૂબ આતંક મચાવેલો

૭૫ વર્ષના મનાતા ૧૬ ફુટના એક મગરમચ્છે એ ગામમાં ૧૯૯૧થી ૨૦૦૫ સુધી એટલે કે લગભગ ૧૪ વર્ષ સુધી આતંક મચાવ્યો હતો.

15 June, 2021 10:26 IST | Uganda | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK