Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુપીમાં ૨૧ વર્ષની વિદ્યાર્થિની ગ્રામ પ્રધાનપદે ચૂંટાઈ

યુપીમાં ૨૧ વર્ષની વિદ્યાર્થિની ગ્રામ પ્રધાનપદે ચૂંટાઈ

08 May, 2021 08:45 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવાર તરફથી બિનશરતી સમર્થન સાથે આરુષીએ ગ્રામ પ્રધાનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી

આરુષી સિંહ

આરુષી સિંહ


યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને રાજકારણથી દૂર રાખવાની શિખામણ આપતા લોકોને માટે ઉદાહરણરૂપ બને એવી ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. લખનઉ યુનિવર્સિટી સાથે સંલગ્ન સિટી લૉ કૉલેજની બીએ, એલએલબીની વિદ્યાર્થિની આરુષી સિંહ રાજ્યના ગોંડા જિલ્લાના વઝીરગંજ બ્લૉકના સેહરિયા ગામનું નેતૃત્વ કરશે અને નિર્ણાયક ભૂમિકા ભજવશે. આરુષી સેહરિયાના ગ્રામ પ્રધાનના હોદ્દા પર ચૂંટાઈ છે.

પરિવાર તરફથી બિનશરતી સમર્થન સાથે આરુષીએ ગ્રામ પ્રધાનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તેણે બીજી માર્ચે સેહરિયા પહોંચીને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે ઘરે-ઘરે પહોંચીને પ્રચાર કર્યો હતો. આરુષી ગ્રામ પ્રધાન બન્યા પછી તેના પર મિત્રો અને સગાંનાં અભિનંદનના સંદેશાનો વરસાદ વરસ્યો છે. ૧૫૦૦ જણની વસ્તી ધરાવતા એ ગામમાં ૨૦૦૦માં આરુષીનાં દાદીમા વિદ્યાવતી સિંહ અને એનાં કેટલાંક વર્ષ પહેલાં પરદાદા એ હોદ્દા પર બિરાજી ચૂક્યાં હતાં. આરુષીનાં મમ્મી ગરિમા સિંહ ડિસ્ટ્રિક્ટ જજનાં રીડર છે અને પપ્પા ધર્મેન્દ્ર સિંહ લખનઉના પોલીસ-કમિશનરના સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરે છે. આરુષી રહેવાની, પીવાલાયક પાણીની અને સ્વચ્છતાની સુવિધાઓ કરાવવા ઉપરાંત સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ગામને સ્માર્ટ વિલેજ બનાવવા ઇચ્છે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 08:45 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK