° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


૧૦ વર્ષની બાળકી ૧૯૬ દેશોનાં પાટનગર અને ચલણનાં નામ કડકડાટ બોલી શકે છે

08 May, 2021 08:40 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

તેના નામે વિશ્વવિક્રમ નોંધાયો છે

સારા છિપા પરિવાર સાથે

સારા છિપા પરિવાર સાથે

દુબઈમાં રહેતી ૧૦ વર્ષની બાળકી સારા છિપા ૧૯૬ દેશોનાં પાટનગર અને ચલણનાં નામ ફટાફટ કડકડાટ બોલી જાય છે. તેના નામે વિશ્વવિક્રમ નોંધાયો છે. મૂળ રાજસ્થાનના વતની પરિવારની બાળકી સારા ​છિપાની માફક યાદશક્તિમાં ઓછાવત્તા અંશે દસેક વર્ષનાં અન્ય બાળકો નોંધપાત્ર હતાં, પરંતુ જનરલ નૉલેજમાં આ કૅટેગરીમાં સારા અસાધારણ નીવડી છે. સારા છિપાનું વિવિધ દેશોની રાજધાનીઓ અને સ્થાનિક ચલણો વિશે પ્રશ્નોત્તરીનું લાઇવ સ્ટ્રીમિંગ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ફેસબુક, યુટ્યુબ અને લિન્ક્ડ-ઇન પર કરવામાં આવ્યું હતું. એ વખતે ઓએમજી બુક ઑફ રેકૉર્ડ્સના અધિકારી પણ હાજર હતા. લગભગ દોઢેક કલાકના સેશનમાં સારાએ બધા સવાલના સાચા જવાબ આપ્યા હતા.

સારાએ ત્રણ વર્ષ પહેલાં બ્રેઇન રાઇમ કૉગ્નિટિવ સૉલ્યુશન્સના સુશાંત માયસોરકર પાસે યાદદાસ્તનો વ્યાપ વધારવાની ટેક્નિક્સ શીખવાની શરૂઆત કરી હતી. લૉકડાઉન દરમ્યાન એ ટેક્નિક્સની પ્રૅક્ટિસ વધારી હતી. રાજધાનીનાં શહેરોના નામ અને ચલણોનાં નામો યાદ રાખવામાં સૌથી મોટી સમસ્યા વિવિધ ભાષાઓના ઉચ્ચારોની હતી, પરંતુ પ્રૅક્ટિસ કરીને એ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

08 May, 2021 08:40 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કાર કુદરતનો શિકાર

સ્વિટ્ઝરલૅન્ડમાં વંટોળ અને પૂર

25 June, 2021 12:41 IST | Switzerland | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી નાના ઘોડાના શ્રેષ્ઠ મિત્ર છે ત્રણ ડૉગી

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો

25 June, 2021 12:39 IST | San Diego | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રેસ્ટોરાંમાં કસ્ટમરે બિલની રકમ કરતાં ૪૦૦ ગણી ટિપ આપી

શરૂમાં તો હોટેલના સ્ટાફને લાગ્યું કે ગ્રાહકે ભૂલથી આટલી મોટી રકમ મુકી દીધી હશે

25 June, 2021 12:36 IST | New Hampshire | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK