Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે આંખો નીચે કૂંડાળાના મેકઅપનો ટ્રેન્ડ

હવે આંખો નીચે કૂંડાળાના મેકઅપનો ટ્રેન્ડ

24 November, 2021 01:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રેન્ડ જે યુવતીથી શરૂ થયો હોવાનું મનાય છે તેનું કહેવું છે કે ડાર્ક સર્કલ સારાં દેખાય છે. એનાથી શરમાવા જેવું કાંઈ નથી.

હવે આંખો નીચે કૂંડાળાના મેકઅપનો ટ્રેન્ડ

હવે આંખો નીચે કૂંડાળાના મેકઅપનો ટ્રેન્ડ


સોશ્યલ મીડિયામાં રોજેરોજ નવા ટ્રેન્ડ સામે આવતા હોય છે. ઘણા ટ્રેન્ડ આપણને અચરજમાં મૂકી દેતા હોય છે તો ઘણા ચિંતામાં. ખાસ તો મેકઅપ ટ્રેન્ડ્સમાં સૌથી વધુ નવીનતા સામે આવતી હોય છે. તાજેતરમાં આવો જ એક ટ્રેન્ડ સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે.
ટિકટૉક-યુઝર્સમાં હમણાં ટ્રેન્ડ જામ્યો છે આંખોની નીચે ડાર્ક સર્કલ બનાવવાનો. એક સમય હતો કે આંખ નીચે ડાર્ક સર્કલ સુંદરતામાં વિઘ્ન ગણાતું અને એને નિવારવા માટે જાતભાતના ઉપાય થતા. આંખ નીચે આ ગોળ કૂંડાળાં નાદુરસ્તીનું પણ લક્ષણ હોવાથી ડૉક્ટર પણ એને માટે દવા સૂચવે છે. જોકે ટિકટૉકમાં હમણાં ટિકટૉકર્સ જાતભાતના મેકઅપ વાપરીને આંખો નીચે ગોળ કૂંડાળાં કરવામાં લાગ્યા છે. યુવતીઓ કન્સિલર, લિપસ્ટિક અને આઇ-શેડો જેવી ચીજો વાપરીને આંખ નીચે બનાવટી ડાર્ક સર્કલ બનાવી રહી છે. લગભગ તમામ દેશના લોકો અત્યારે આ ટ્રેન્ડમાં વહી રહ્યા છે. જોકે ઇન્ટરનેટ પર આ ટ્રેન્ડને વધાવનારાઓની જેમ જ વખોડનારાઓ પણ ઘણા છે. આ ટ્રેન્ડ જે યુવતીથી શરૂ થયો હોવાનું મનાય છે તેનું કહેવું છે કે ડાર્ક સર્કલ સારાં દેખાય છે. એનાથી શરમાવા જેવું કાંઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK