Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નેધરલૅન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટરની યુનિક ફેરવેલ

નેધરલૅન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટરની યુનિક ફેરવેલ

08 July, 2024 10:51 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ વર્ષના કાર્યકાળ બાદ સાઇકલ ચલાવીને ગુડબાય કહ્યું અને ઑફિસના સ્ટાફે ચિયર કર્યું

નેધરલૅન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટર માર્ક રુટ

લાઇફમસાલા

નેધરલૅન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટર માર્ક રુટ


નેધરલૅન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટર માર્ક રુટને યુનિક ફેરવેલ આપવામાં આવી છે. માર્ક રુટ છેલ્લાં ૧૪ વર્ષથી પ્રાઇમ મિનિસ્ટર તરીકે કાર્યરત હતા. તેમણે હવે આ જવાબદારી ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ ડિક સ્કૂફને સોંપી દીધી છે. માર્ક રુટનો છેલ્લો દિવસ હતો ત્યારે તેમને ફેરવેલ આપવામાં આવી હતી. નેધરલૅન્ડ્સના પૉલિટિક્સમાં ઇમિગ્રેશનને લઈને ખૂબ ચર્ચા ચાલે છે. આ તમામ વચ્ચે માર્કે તેમનું પદ છોડી દેવાનું નક્કી કર્યું હતું. ફેરવેલના દિવસે માર્ક સાઇકલ ચલાવીને ઘરે ગયા હતા. એ સમયે તેમની ઑફિસના સ્ટાફે તેમને ચિયર કર્યું હતું. આ વિડિયો કૅપ્ચર કરવામાં આવ્યો હોવાથી સોશ્યલ મીડિયા પર એ ખૂબ વાઇરલ થયો છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાકા ઓબામા બાદ માર્ક રુટની સાદગીને લોકો વધાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 10:51 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK