નીતીશ કુમાર નામનો એક યુવાન મોટરસાઇકલના ઍક્સિડન્ટમાં ઘાયલ થયો હતો
અજબગજબ
હૉસ્પિટલ
બિહારમાં મેડિકલ ક્ષેત્રે આએદિન ગરબડ થતી રહે છે. એમાં મુઝફ્ફરપુર જિલ્લાની એક હૉસ્પિટલનો કિસ્સો ચોંકાવનારો છે. થોડા દિવસ પહેલાં નીતીશ કુમાર નામનો એક યુવાન મોટરસાઇકલના ઍક્સિડન્ટમાં ઘાયલ થયો હતો. સ્ટ્રેચર પર તેને મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો. બેઝિક પાટાપિંડી કર્યા પછી નિદાન થયું કે નીતીશ કુમારને જમણા પગે ફ્રૅક્ચર હોવાથી તે હાલીચાલી શકે એમ નથી. ફ્રૅક્ચર છે એટલે પ્લાસ્ટર લગાવવું પડશે, પણ હાલમાં પ્લાસ્ટર અવેલેબલ નથી એટલે જાડું કાર્ડબોર્ડ પગમાં ફિટ કરીને એના પર પાટો બાંધી દીધો. નીતીશના પરિવારજનોનું કહેવું છે આ વાતને પાંચ દિવસ થઈ ગયા છતાં ન તો દીકરાના પગે પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે કે ન કોઈ ડૉક્ટર એની વિઝિટ લેવા આવ્યું છે.