રાહુલના પિતાનું કહેવું છે કે અનીતાએ તેમનો દીકરો માંદો હતો ત્યારે તાવીજ બાંધીને વશીકરણ કરી નાખ્યું હતું. હુલના પિતા ઓમવીરે પોલીસમાં ફરિયાદ કરી છે કે ‘હોળી પહેલાં દીકરાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. એ વખતે અનીતા પાંચ દિવસ અમારા ઘરે રોકાઈ હતી.
રાહુલ અને અનીતા
અલીગઢમાં દીકરીનાં લગ્નના ૯ દિવસ પહેલાં જ સાસુ-જમાઈ ભાગી ગયાં એ પ્રેમકહાણીમાં હવે જમાઈ રાહુલના પિતા સામે આવ્યા છે. તેમનું કહેવું છે કે અનીતાએ મારા દીકરા પર કાળો જાદુ કરીને તેના વશમાં કરી લીધો છે. રાહુલના પિતા ઓમવીરે પોલીસમાં ફરિયાદ કરી છે કે ‘હોળી પહેલાં દીકરાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. એ વખતે અનીતા પાંચ દિવસ અમારા ઘરે રોકાઈ હતી. એ દરમ્યાન તે પીળી ચિઠ્ઠીમાં કંઈક તંત્ર-મંત્ર લખીને લાવી હતી. મારો દીકરો તો સનાતન ધર્મમાં માનનારો અને તિલક કરનારો છે, પણ અનીતાએ રાહુલને હાથે તાવીજ બાંધીને તેને પોતાના વશમાં કરી લીધો હતો.’

