Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘મઝા નહીં આ રહા’ લખીને વ્યક્તિએ આપી દીધું રાજીનામું, વાયરલ થયો મજેદાર લેટર

‘મઝા નહીં આ રહા’ લખીને વ્યક્તિએ આપી દીધું રાજીનામું, વાયરલ થયો મજેદાર લેટર

20 June, 2022 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વિચિત્ર રાજીનામું જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


આજના સમયમાં, લોકો માટે પૈસા કમાવવા કરતાં નોકરીનો સંતોષ વધુ મહત્વપૂર્ણ છે. એટલે કે નોકરીમાં જે સંતોષ, સુખ અને શાંતિ મળે છે. ઘણા લોકો નોકરીની ગૂંચવણોથી એટલા પરેશાન થઈ જાય છે કે તેઓ ડિપ્રેશનમાં પણ જતાં રહે છે. એવા બહુ ઓછા લોકો હોય છે જેઓ નોકરી છોડવાની હિંમત કરે છે કારણ કે નોકરી વિના જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે, પરંતુ એવું લાગે છે કે એક વ્યક્તિથી નોકરીનું ટેન્શન સહન થયું નહીં અને પોતાને મજા ન આવતી હોવાનું કહીને સીધું જ રાજીનામું આપી દીધું.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા અવારનવાર સોશિયલ મીડિયા પર અજીબોગરીબ પોસ્ટ શેર કરે છે. તેમની ઘણી પોસ્ટ એટલી ફની હોય છે કે તે વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેમણે એક ફોટો શેર કર્યો છે જે ઑફિસમાં રાજેશ નામના કોઈ વ્યક્તિએ આપેલું રાજીનામું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હર્ષ ગોએન્કાએ કેપ્શન આપતા લખ્યું કે છે "આ પત્ર નાનો છે, પરંતુ ઊંડો છે. આ એક ગંભીર સમસ્યા છે જેને આપણે નિરાકરણ કરવાનું છે."




રાજીનામાનો વિચિત્ર ફોટો વાયરલ


હર્ષ દ્વારા શેર કરવામાં આવેલ રાજીનામું રાજેશ નામના વ્યક્તિનું છે. આ પત્રમાં તેણે ખૂબ જ સ્પષ્ટ લખ્યું છે કે તે શા માટે લખી રહ્યો છે. તેણે લખ્યું “પ્રિય સર, હું રાજીનામું આપી રહ્યો છું, મને મજા આવતી નથી.” આ પત્ર સાથે 18 જૂનની તારીખ પણ જોડવામાં આવી છે. આ વિચિત્ર રાજીનામું જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. વેલ, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ વિચિત્ર રીતે રાજીનામું આપ્યું હોય. આ પહેલા પણ રાજીનામાના કેટલાક પત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK