Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ

ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ

06 October, 2022 09:58 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઇમારત ૩૨૪ ફુટ કરતાં વધુ ઊંચી છે.

ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ Offbeat

ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ


ન્યુ યૉર્કમાં ડાઉનટાઉન મૅનહટનની ૨૩ માળની એક ઇમારતની છત પર ભારે પવન અને વરસતા વરસાદમાં સૂટબૂટ પહેરેલો એક અજાણ્યો માણસ દોડાદોડ કરી કૂદકા મારી રહ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

વિડિયોની શરૂઆતમાં તે એક કૉર્નર પર ઊભો રહીને ફોટો પાડતો જોવા મળે છે. ત્યાર બાદ ફોટો પાડવાનું બંધ કરી તે ચાલતો જ ફોન પર વાત કરી રહ્યો હોય છે. ફોન પૂરો થયા બાદ તે ઇમારતની છત પરની ચડતી-ઊતરતી બાંધણી પર આગળ વધી તેના એપાર્ટમેન્ટની બારી આવતાં એમાંથી પોતાના ઘરમાં જતો રહે છે.



નજીકના બિલ્ડિંગમાંથી એરિક લજુંગ નામના માણસે આ ઘટનાનો વિડિયો ઉતાર્યો છે. વરસાદ અને ભારે પવનને લીધે વિડિયો બ્લર આવ્યો છે. વર્ષ ૧૯૦૭માં ગોથિક સ્ટાઇલમાં બંધાયેલી અને ૨૦૦૩માં નવીનીકરણ કરાયેલી આ ઇમારત ૩૨૪ ફુટ કરતાં વધુ ઊંચી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 09:58 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK