આ માટે તેણે બિલબોર્ડ્સ ધરાવતી કંપનીઓનો સંપર્ક કર્યો, કેટલીક કંપનીઓએ તેને આ હેતુ માટે બિલબોર્ડ આપવાનો ઇનકાર કર્યો

બિલબોર્ડ પરની જાહેરાતથી આ ભાઈને એક નહીં પરંતુ ચાર ગર્લફ્રેન્ડ્સ મળી
ઇંગ્લૅન્ડના વેસ્ટ યૉર્કશર કાઉન્ટીના લીડ્સ શહેરના ૨૩ વર્ષના એડ ચેપમૅન નામના યુવકને ડેટિંગ ઍપનો ઉપયોગ કરવા છતાં ક્યારેય કોઈ યુવતી સાથે ડેટ પર જવાનું બન્યું ન હોવાથી તેણે કાંઈક હટકે કરવાના હેતુથી મોટરમાર્ગ પર લાગેલાં બિલબોર્ડ્સનો ઉપયોગ ગર્લફ્રેન્ડ મેળવવા માટે કરવાનો વિચાર કર્યો. આ માટે તેણે બિલબોર્ડ્સ ધરાવતી કંપનીઓનો સંપર્ક કર્યો, કેટલીક કંપનીઓએ તેને આ હેતુ માટે બિલબોર્ડ આપવાનો ઇનકાર કર્યો. અંતે ૭૫ મીડિયા નામની કંપનીએ તેને એક બિલબોર્ડ એક અઠવાડિયા માટે ભાડે આપ્યું.
લોકોના સંપર્કમાં આવવાનો આ શ્રેષ્ઠ માર્ગ માની તેણે અહીં બિલબોર્ડ પર પોતાની વિશેષતાઓ સાથે એક ગર્લફ્રેન્ડની ઇચ્છા વ્યક્ત કરી. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં તે ચાર યુવતીઓ સાથે ડેટ કરવા માટેની વાતચીત કરી રહ્યો છે.