અત્યાર સુધી આ પોસ્ટને ૩૨,૦૦૦ વ્યુઝ તથા ૧૩ લાખ લાઇક્સ મળી છે.

ટૂ-વ્હીલર પર પિતા સાથે જઈ રહેલા દીકરાને કઈ રીતે તેના પિતા પડતો બચાવે છે
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ટૂ-વ્હીલર પર પિતા સાથે જઈ રહેલા દીકરાને કઈ રીતે તેના પિતા પડતો બચાવે છે એ જોઈ શકાય છે.
વિડિયો-ક્લિપમાં જોઈ શકાય છે કે પિતા સાથે સ્કૂટર પર પાછળની સીટ પર બેસીને જઈ રહેલા બાળકને ઝોકું આવી જતાં તેનું માથું એક તરફ ઢળી જાય છે. સ્કૂટર ચલાવી રહેલા પિતાને એ ધ્યાનમાં આવતાં તે ડાબા હાથને પાછળ કરીને દીકરાને પડતો બચાવે છે અને જમણા હાથે સ્કૂટરનું સ્ટિયરિંગ સંભાળે છે.
આ પણ વાંચો : કતારબંધ ઊભા રહેલા ફૂડ ડિલિવરી રોબોઝ ગ્રીન સિગ્નલ થાય બાદ જ રસ્તો ઓળંગે છે
અભિષેક થાપા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ૧૪ નવેમ્બરે પોસ્ટ કરાયેલા આ વિડિયોની કૅપ્શનમાં મર્મસ્પર્શી વાક્ય લખાયેલું છે : ‘...માટે જ તે પિતા કહેવાય છે.’ અત્યાર સુધી આ પોસ્ટને ૩૨,૦૦૦ વ્યુઝ તથા ૧૩ લાખ લાઇક્સ મળી છે.