° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


બગીચામાં પાળી ૧૪ લાખથી વધુ દેડકાઓની ફોજ, પર્યાવરણવાદીઓ ​​ખૂબ જ ચિંતાતુર

23 June, 2022 09:42 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જગ્યાએ મોટા પ્રમાણમાં દેડકાનો ઉછેર સ્થાનિક ઇકો-સિસ્ટમને વિપરીત અસર કરી શકે છે

દેડકાઓની ફોજ Offbeat

દેડકાઓની ફોજ

ઘરનો બગીચો આરામ અને આનંદ માટે હોય છે, જ્યાં બેસીને ક્યારેક પરિવાર સાથે જમી શકાય કે ત્યાં સુંદરમજાનાં ફૂલ અને શાકભાજી ઉગાડી શકાય, પણ એક વ્યક્તિએ એનાથી સાવ ઊલટું કરીને ત્યાં મોટી સંખ્યામાં દેડકાને ઉછેર્યા છે. તેણે પોતાના બગીચામાં દેકડાઓની મોટી ફોજ ઊભી કરતો વિડિયો ટિકટૉક પર શૅર કરતાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. ટિકટૉક પર આ વ્યક્તિએ વિડિયો પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે કઈ રીતે પોતાને માટે દેડકાઓની આટલી ફોજ ઊભી કરી છે. તેણે દાવો કર્યો છે કે મારી પાસે કુલ ૧૪ લાખ દેડકા છે. નિષ્ણાતોના મતે દેડકાઓનું આ સામૂહિક સંવર્ધન સ્થાનિક વિસ્તાર માટે વિનાશક પરિણામ લાવી શકે છે. એક જગ્યાએ મોટા પ્રમાણમાં દેડકાનો ઉછેર સ્થાનિક ઇકો-સિસ્ટમને વિપરીત અસર કરી શકે છે. આ દેડકાઓની સેનાને હરાવવા માટે આ વિસ્તારમાં સારી એવી કામગીરી કરવી પડશે. કેટલાક ટિકટૉકર્સે આ વિડિયોને નકલી હોવાનું જણાવ્યું છે, કારણ કે કેટલાંક વિઝ્‍યુઅલ્સ જૂની ક્લિપમાંથી લેવામાં આવ્યા છે. 

23 June, 2022 09:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ભાઈએ ડિલિવરી-બૉય બનીને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડ્યો રિઝ્‍યુમ

અત્યારે જૉબ મેળવવી ખરેખર મુશ્કેલ હોય છે એટલે મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે જૉબ મેળવવા ઇચ્છતા બૅન્ગલોરના અમન ખંડેલવાલે જૉબ મેળવવા માટે એક યુનિક રીત અપનાવી છે.

06 July, 2022 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

નાનકડા વિઘ્ન વચ્ચે ૬૩ હૉટ ડૉગ ખાઈને અમેરિકન જીત્યો સ્પર્ધા

સોમવારે યોજાયેલી હૉટ ડૉગ ખાવાની સ્પર્ધામાં જૉય ચેસ્ટનટ નામના સ્પર્ધકે એક નાનકડા અવરોધ વચ્ચે ૧૫મી વખત વિજય મેળવ્યો હતો.

06 July, 2022 09:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સ્પેનની એક હોટેલમાં મફત રહી શકો, પણ બધા જ તમને જોઈ શકે

સ્પેનના ઇબિસા ટાપુ પર એક હોટેલ-રૂમ છે, જ્યાં પ્રવાસી મફત રહી શકે, પરંતુ એક શરત છે.

06 July, 2022 09:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK