Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકન ડેરડેવિલે હેલિકૉપ્ટરમાંથી કૂદીને સ્કાયસર્ફિંગ સ્પિનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

અમેરિકન ડેરડેવિલે હેલિકૉપ્ટરમાંથી કૂદીને સ્કાયસર્ફિંગ સ્પિનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

07 December, 2021 12:07 PM IST | Giza
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કીથ એડવર્ડ સ્નાઇડરે હેલિકૉપ્ટરમાંથી ૧૩૫૦૦ ફીટની ઊંચાઈએથી કૂદકો મારીને સ્મારકથી ૫૦૦૦ ફીટની ઉંચાઈએ પહોંચ્યા બાદ લગભગ ૧૬૦ સ્પિન કરીને રેકૉર્ડ બનાવ્યો હતો.

કીથ એડવર્ડ સ્નાઇડર

કીથ એડવર્ડ સ્નાઇડર


જમીનથી હજારો ફુટ ઊંચાઈએથી હવામાં કૂદકો મારવો અનેક લોકો માટે ભયજનક હશે, પણ અમેરિકાના કીથ એડવર્ડ સ્નાઇડર માટે આ એક રોમાંચ છે. વર્ષો સુધી હેલિકૉપ્ટરમાંથી સ્કાયડાઇવ કરીને સ્કાયસર્ફિંગ કર્યા બાદ હવે તેણે સ્કાયસર્ફિંગ કરતાં સૌથી વધુ સ્પિન થવાનો વર્લ્ડ રેકૉર્ડ સર્જવાનો નિર્ણય કર્યો. ગિઝાના પિરામિડની પશ્ચાદભૂમાં પહેલી નવેમ્બરે તેણે રેકૉર્ડ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો.   
કીથ એડવર્ડ સ્નાઇડરે હેલિકૉપ્ટરમાંથી ૧૩૫૦૦ ફીટની ઊંચાઈએથી કૂદકો મારીને સ્મારકથી ૫૦૦૦ ફીટની ઉંચાઈએ પહોંચ્યા બાદ લગભગ ૧૬૦ સ્પિન કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. 
સ્કાયસર્ફિંગ સ્પિનમાં મહારત હાંસલ કરનાર કીથ એડવર્ડ સ્નાઇડરે અત્યાર સુધી લગભગ ૨૫૦ જેટલા લોકોને પ્રશિક્ષણ આપ્યું છે. તેનું કહેવું છે કે પર્યાપ્ત તાલીમ વિના અણઘડ રીતે આ પ્રયાસ કરવો ભયજનક પુરવાર થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 12:07 PM IST | Giza | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK