આ ઘટનાના વિડિયોએ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
એક ફૂડ વ્લૉગર એક રેસ્ટોરાંમાં ગયો અને તેના માલિકને સ્પ્રિંગ રોલની એક પ્લેટનો ઑર્ડર આપ્યો. પૈસા પણ ચૂકવી દીધા. રેસ્ટોરાંના માલિકે તેને થોડી રાહ જોવા કહ્યું. પછી એકાએક તેણે પેલા વ્લૉગરને પૈસા પાછા આપી દીધા અને સ્પ્રિંગ રોલ નહીં મળે એવું કહીને તેને ત્યાંથી જતા રહેવા કહ્યું. વ્લૉગરને કાંઈ સમજાયું નહીં. તેણે કારણ પૂછ્યું ત્યારે પેલા માલિકે કહ્યું કે તમે કૅમેરાથી બધું શૂટ કરો છો. કન્ટેન્ટ ક્રીએટર તેમની સામે વાનગીઓનાં વખાણ કરે છે અને પછી નેગેટિવ રિવ્યુ આપે છે. આ ઘટનાના વિડિયોએ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી છે.