° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


આ બાળકીની ક્યુટનેસ પર મર જાવાં...

17 October, 2021 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

આ વિડિયો ક્યાંનો છે અને ક્યારે લેવામાં આવ્યો છે એના વિશે સ્પષ્ટતા નથી

બાળકી

બાળકી

ઇન્ટરનેટ પર એક નાની બાળકીનો વિડિયો વાઇરલ થયો છે, જે ઍરપોર્ટ પર સિક્યૉરિટી અધિકારીને પોતાનાં આન્ટીને ગુડબાય કહેવા માટે પૂછી રહી છે. આ નાનકડી પ્રેમાળ બાળકીના વર્તન અને હાવભાવે નેટિઝન્સનું દિલ જીતી લીધું છે.

આ વિડિયો શરૂ થાય છે ત્યારે લાલ ફ્રૉક પહેરેલી એક નાનકડી બાળકી ઍરપોર્ટના સુરક્ષા અધિકારી સામે ઊભી છે. બાળકી તેમની પાસે પોતાની આન્ટીને ભેટીને ગુડબાય કહેવા માટે પરવાનગી માગે છે. અધિકારી તેને પરવાનગી આપતાં જ તે આન્ટી પાસે દોડીને જાય છે અને તેમને ભેટી પડે છે.

આ વિડિયો ક્યાંનો છે અને ક્યારે લેવામાં આવ્યો છે એના વિશે સ્પષ્ટતા નથી, પણ ગઈ કાલથી વિડિયો ઇન્ટરનેટમાં ખૂબ જ વાઇરલ થયો છે. અત્યાર સુધીમાં ૫.૬૦ લાખ વ્યુઝ અને ૬૦,૦૦૦થી વધુ લાઇક્સ વિડિયોને મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે એવું લખ્યું છે કે આ દૃશ્ય કતારના હમાદ ઍરપોર્ટનું હોય એવું લાગે છે. કમેન્ટ્સમાં યુઝર્સે બાળકીના સંવેદનની સરાહના કરી છે અને ભાવભરી કમેન્ટ્સ લખી છે.

17 October, 2021 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ભાઈ એકબેઠકે ૯૬૦૦ કૅલરીવાળું ક્રિસમસ મેનુ ઝાપટી ગયા

આ ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેક્સ (બીફ), બે ચીઝ શેરબૉક્સિસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે ​સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં. 

01 December, 2021 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રોબો બન્યો ટીચર

બાળકોને આવી કલ્પનાઓને પ્રોત્સાહન આપવા માટે ગાઝાપટ્ટીની એક પ્રાઇવેટ સ્કૂલના સાયન્સના ટીચરે એક રોબો બનાવ્યો છે, જે બાળકો સાથે વાત કરે છે અને તેમની સાથે હાથ પણ મિલાવે છે.

01 December, 2021 10:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

૨.૬ કરોડમાં વેચાયો જૂનો સિક્કો

લિન્કોલિન સિક્કાઓ માટે અનેક લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો અને આખરે એ ૨૪૯૯ ડૉલરમાં એટલે કે અંદાજે ૧.૮૭ લાખ રૂપિયામાં વેચાયા હતા. 

01 December, 2021 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK