° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


આવું તે કંઇ હોય! લગ્નનું મેનુ છપાવ્યું લાકડાની ફુટપટ્ટી પર

11 January, 2022 03:10 PM IST | Siliguri | Gujarati Mid-day Online Correspondent

બંગાળી લગ્નનું મેનુ સોશ્યલ મીડિયા પર થયું છે વાયરલ, યુર્ઝસની આવી છે પ્રતિક્રિયા

પ્રતીકાત્મક તસવીર Offbeat

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં લગ્ન એક ખાસ પ્રસંગ છે. આજકાલ લગ્ન પ્રસંગને વિશેષ અને યાદગાર બનાવવા માટે પરિવારો હંમેશા કંઇક અનોખુ અને નવું કરતા હોય છે. તાજેતરમાં એક બંગાળી લગ્નનું મેનુ બહુ ચર્ચામાં છે. જેના પર નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યાં છે.

તાજેતરમાં સિલીગુડીમાં યોજાયેલા એક લગ્નનું મેનુ બહુ ચર્ચામાં છે. સિલિગુડીમાં યોજાયેલા લગ્નમાં જે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલું તેનું મેનુ લાકડાની ફુટપટ્ટી પર છાપવામાં આવ્યું હતું અને પછી મહેમાનોને આપવામા આવ્યું હતું. ૩૦ સે.મી.ની ફુટપટ્ટી પર છાપેલુ આ મેનુ કાર્ડ વર્ષ ૨૦૧૩ના લગ્ન સમારંભનું છે પરંતુ તાજેતરમાં કોઇએ તેને ટ્વિટર પર મુકતા વાયરલ થયું છે. તેના પર વાનગીઓની યાદીનું કેપ્શન લખ્યું છે `માપો અને ખાઓ`. આ ક્રિએટિવિટીના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યા છે.

સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલું મેનુ :

આ મેનુ કાર્ડ સુષ્મિતા અને અનિમેષ નામના કપલનું છે, જેમણે સિલીગુડીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પીરસવામાં આવતી વાનગીઓના નામ આ ફુટપટ્ટી પર લખવામાં આવ્યા છે. વાનગીઓની યાદીમાં ચિકન લોલીપોપ્સ, ક્રિસ્પી બેબી કોર્ન, કોફી વગેરે જેવા સ્ટાર્ટરનો સમાવેશ થાય છે. મુખ્ય કોર્સમાં મટન કાશા, રસગુલ્લા, સંદેશ, ફિશ કાલિયા, ફ્રાઈડ રાઈસ, મટન મસાલા, કેરીની ચટણી જેવી પરંપરાગત બંગાળી વાનગીઓનો સમાવેશ છે.

આ પણ વાંચો : કર્ણાટકની અજીબ કહાનીઃ લ્યો મળી નહીં લોન તો લગાડી દીધી બૅંકમાં આગ

આ વેડિંગ મેનુ કાર્ડ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. યુઝર્સ આ અંગે રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘જો કોઈ વધારે ખોરાક ખાય છે, તો કૃપા કરીને તેને આ સ્કેલથી મારશો નહીં.’ તો અન્ય એક યુઝરે લખ્યું છે, ‘બંગાળી લગ્નમાં નવીન શૈલીનું મેનૂ! તે તમારી પીઠ પર પડી પણ શકે છે અને તમે કેટલું ખાઓ છો તે માપવામાં પણ ઉપયોગી થઈ શકે છે!’.

11 January, 2022 03:10 PM IST | Siliguri | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઓમાઇક્રોને આ મહિલાને ભુખ્ખડ બનાવી દીધી

ટિકટૉક પરની તેની આ સ્ટોરીને ૬૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે

17 January, 2022 08:26 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ માણસ નહીં, રોબો છે

સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે

17 January, 2022 08:23 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ગ્રેટ બૅરિયર રીફમાં જોવા મળ્યો દુર્લભ બ્લેન્કેટ ઑક્ટોપસ

આ પહેલાં લગભગ ૨૧ વર્ષ અગાઉ ગ્રેટ બૅરિયર રીફના નૉર્થમાં નર બ્લેન્કેટ ઑક્ટોપસ જોવા મળ્યો હતો

17 January, 2022 08:19 IST | Australia | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK