Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બહેનના નામે વિશ્વની સૌથી મોટી ઍફ્રો હેરસ્ટાઇલનો રેકૉર્ડ છે

આ બહેનના નામે વિશ્વની સૌથી મોટી ઍફ્રો હેરસ્ટાઇલનો રેકૉર્ડ છે

12 December, 2020 08:48 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બહેનના નામે વિશ્વની સૌથી મોટી ઍફ્રો હેરસ્ટાઇલનો રેકૉર્ડ છે

સિમોન વિલિયમ્સ

સિમોન વિલિયમ્સ


ન્યુ યૉર્કના બ્રુકલિનની સિમોન વિલિયમ્સ નામની યુવતીએ હાલમાં જ ૧.૪૮ મીટર એટલે કે ૪ ફુટ ૧૦ ઇંચનો ઘેરાવો ધરાવવા સાથે વિશ્વની સૌથી મોટી કુદરતી ઍફ્રો હેરસ્ટાઇલ માટે ગિનેસ રેકૉર્ડ કાયમ કર્યો છે. ઍફ્રો હેરસ્ટાઇલ એ ઘુંઘરાળા વાળને કારણે માથાની આજુબાજુમાં બનતા ગુચ્છા જેવી નૅચરલ હેરસ્ટાઇલ છે.

૯ વર્ષ પહેલાં હેર સલૂનના પૈસા બચાવવા સિમોને તેના વાળ વધવા દીધા હતા. જોકે આ વખતે તેણે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે તે એક દિવસ વિશ્વની સૌથી મોટી મહિલા ઍફ્રો હેરસ્ટાઇલનો રેકૉર્ડ તોડશે. કોરોના સંક્રમણ પહેલાં તે વાળ બાંધવા વિશે વધુ જાણતી નહોતી. જોકે ધીમે-ધીમે તેને ફાવટ આવી ગઈ અને તેના ગુચ્છેદાર વાળ પર તેને લોકોની કમેન્ટ મળવી શરૂ થઈ. અગાઉની રેકૉર્ડધારક, એવિન દુગાસ વિશે જાણ્યા પછી સિમોનને તેનો રેકૉર્ડ તોડી પોતાનો કાયમ કરવાની પ્રેરણા મળી હતી. જ્યારે તેનું રેકૉર્ડ પોતાના નામે કરવાનું સપનું પૂરું થયું ત્યારે તે વિશ્વાસ નહોતી કરી શકી.



આ રેકૉર્ડની આડઅસરો પણ છે. સિમોન ટોપીઓ પહેરી શકતી નથી અને ઝાડની નીચે લટકતી ડાળીઓ વાળમાં ન ભરાય એનું પણ તેણે ધ્યાન રખવું પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2020 08:48 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK