Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ શરીર પર ૮૫ ચમચીને બૅલૅન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો

આ ભાઈએ શરીર પર ૮૫ ચમચીને બૅલૅન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો

29 January, 2022 08:51 AM IST | Karaj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાબર મુખ્તારીનું કહેવું છે કે મેં નાનપણમાં જ મારી આ પ્રતિભાને ઓળખી હતી

અબોલફઝલ સાબર મુખ્તારી

Offbeat

અબોલફઝલ સાબર મુખ્તારી


ઘણી વ્યક્તિઓ શરીર પર કોઈ પણ ચીજને બૅલૅન્સ કરી શકતી હોય છે. આવો એક માણસ ઈરાનના કરાજનો અબોલફઝલ સાબર મુખ્તારી જેણે તાજેતરમાં પોતાના શરીર પર ૮૫ ચમચીઓને બૅલૅન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો છે. 
સાબર મુખ્તારીનું કહેવું છે કે મેં નાનપણમાં જ મારી આ પ્રતિભાને ઓળખી હતી. જોકે વર્ષોની પ્રૅક્ટિસ અને પ્રયાસ પછી હું આ પ્રતિભાને વિકસાવી શક્યો હતો. તેનું કહેવું છે કે અત્યાર સુધી હું લગભગ તમામ ચીજોને શરીર પર બૅલૅન્સ કરી ચૂક્યો છું. પોતાની પ્રતિભાને વિકસાવવા માટે તે અન્ય વ્યક્તિને પોતાના શરીર પર ચોંટાડવા સુધીનો પ્રયાસ કરી ચૂક્યો છે. સાબર મુખ્તારીનું માનવું છે કે તેની આ સિદ્ધિ પાછળનું મુખ્ય કારણ એ છે કે તે પોતાના શરીરની એનર્જી અન્ય વસ્તુઓમાં ટ્રાન્સફર કરી શકે છે. 
આ રેકૉર્ડ કાયમ કરવા તેણે અનેક મુશ્કેલીઓ અને અડચણો સહન કરવી પડી છે. સાબર મુખ્તારીએ ગયા ઉનાળામાં આ રેકૉર્ડ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ વેળા હવામાન તેને માટે મુખ્ય અવરોધક સાબિત થયું હતું. રેકૉર્ડ હાંસલ કરવાની મુખ્ય શરત એ હતી કે તેણે શરીર સાથે ચોંટાડેલી ચીજો અમુક ચોક્કસ સમય સુધી શરીર પર ટકવી જોઈએ. 
જોકે હવામાંના ભેજ અને ગરમીને કારણે કેટલીક ચમચી શરીર પરથી સરી પડતાં તેના શરીર પર ૮૦ ચમચી ટકી રહી હતી. જોકે ત્રીજા પ્રયાસે સાબર મુખ્તારી રેકૉર્ડ કાયમ કરી શક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 08:51 AM IST | Karaj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK