° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


ઍન્ટાર્કટિકામાં બરફ પર રંગોળી બનાવીને કરી ઓણમની ઉજવણી

23 September, 2022 11:43 AM IST | Antarctica
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આનંદ મહિન્દ્રએ લખ્યું કે ‘તમે ભારતીયોને ઍન્ટાર્કટિકામાં પણ ઓણમની ઉજવણી કરતાં રોકી ન શકો

ઍન્ટાર્કટિકામાં બરફ પર રંગોળી બનાવીને કરી ઓણમની ઉજવણી Offbeat

ઍન્ટાર્કટિકામાં બરફ પર રંગોળી બનાવીને કરી ઓણમની ઉજવણી

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ કેટલાક લોકો ઍન્ટાર્કટિકામાં ઓણમની ઉજવણી કરી રહ્યાનો વિડિયો શૅર કર્યો હતો. વિડિયોની શરૂઆતમાં કેટલાક લોકો બરફ પર ઊભેલા દેખાય છે. ત્યાર બાદ તેઓ હથોડીની મદદથી બરફ પર રંગોળી કોતરવાની શરૂઆત કરે છે. છેલ્લે ‘ઓણમ ઍટ ઍન્ટાર્કટિકા’ લખાણ આવે છે. આનંદ મહિન્દ્રએ લખ્યું કે ‘તમે ભારતીયોને ઍન્ટાર્કટિકામાં પણ ઓણમની ઉજવણી કરતાં રોકી ન શકો. એક યુઝરે કહ્યું કે ‘આપણે ચંદ્ર પર ઓણમની ઉજવણી કરીશું..’ અન્ય એક યુઝરે કહ્યું કે ‘તમે લોકોને ભારતની બહાર લઈ જઈ શકો, પરંતુ તેની અંદરના ભારતને ન કાઢી શકો.’ વધુ એક યુઝરે કહ્યું કે ‘ભારતીયો જાણે છે કે તેમના ઉત્સવને કઈ રીતે ઊજવવાનો છે.’ કેટલાક યુઝર્સે તેમણે લુંગી ન પહેરી હોવા વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો. કેરલામાં રાજા મહાબલી પાતાળમાંથી પાછા ફરતાં તેમના માનમાં આ તહેવાર ૧૦ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વર્ષે ઓણમ ૩૦ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી ઊજવાયો હતો.

23 September, 2022 11:43 AM IST | Antarctica | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સૌથી ઝડપથી મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો આ ટીનેજરે

ભારતના આરીફ ઇબ્ન અબ્દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો

26 September, 2022 11:53 IST | Calgary | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધી ખુલ્લા પગે ચાલીને બનાવ્યો રેકૉર્ડ

આ જોડીએ આ સાહસ માટે વનુઆતુમાં આવેલા માઉન્ટ યાસુર પર્વત પર ૪૨ મીટરની ઊંચાઈ પર આ દોરી બાંધી હતી

26 September, 2022 11:48 IST | Tanna island | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી, હવે સીક્રેટ ઉકેલાયું

તેણે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો જેને ૭૦ લાખથી વધુ લોકોએ જોયો છે.

26 September, 2022 11:44 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK