આ વિડિયોને અત્યાર સુધીમાં ૩૫ લાખથી વધુ લોકોએ જોયો છે.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આપણે ભારતમાં વિદેશની કોઈ વસ્તુ કે વ્યક્તિને જોઈને જેવું આશ્ચર્ય વ્યક્ત કરીએ છીએ એવું કુતૂહલ વિદેશમાં પણ થાય છે. થોડા દિવસો પહેલાં અમેરિકાના મૅરિલૅન્ડ રાજ્યમાં ભારતીય કંપની બજાજની પ્લૅટિના બાઇક રસ્તા પર જોવા મળી હતી. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ બાઇકનો વિડિયો શૅર કર્યો હતો. વિડિયોને જોતજોતામાં લાઇક્સ મળવા લાગી અને શૅર પણ થવા લાગ્યો. વિડિયોમાં આ બાઇક પાર્ક કરેલી દેખાય છે અને કેરિયર પર ડિલિવરી માટે વપરાતી બૅગ બાંધેલી છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ૩૫ લાખથી વધુ લોકોએ જોયો છે.