° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


આ પરિવારે પોતાનું પ્લેન બનાવવા ૧,૪૨,૨૭,૭૬૬ રૂપિયા ખર્ચ્યા

18 January, 2022 09:16 AM IST | Essex
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાઇલટનું લાઇસન્સ ધરાવતા ઇંગ્લૅન્ડના ઍસેક્સ રાજ્યના બિલેરિકે શહેરના અશોક એલિસેલીલે કહ્યું કે અમારા માટે આ એક નવું રમકડું છે તેમ જ ખૂબ રોમાંચક પણ છે

પરિવારનું પોતાનું પ્લેન

પરિવારનું પોતાનું પ્લેન

ડૂ ઇટ યૉરસેલ્ફ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧૫૦૦ માનવકલાક અને ૧,૪૦,૦૦૦ પાઉન્ડ (૧,૪૨,૨૭,૭૬૬ રૂપિયા) ખર્ચ્યા બાદ ૩૮ વર્ષના અશોક એલિસેલીલ, તેની ૩૫ વર્ષની પત્ની અભિલાષા દુબે, દીકરીઓ તારા, સિક્સ અને દિયા તેમના પ્લેનને ઉડાડવા ઉતાવળાં બન્યાં છે. પાઇલટનું લાઇસન્સ ધરાવતા ઇંગ્લૅન્ડના ઍસેક્સ રાજ્યના બિલેરિકે શહેરના અશોક એલિસેલીલે કહ્યું કે અમારા માટે આ એક નવું રમકડું છે તેમ જ ખૂબ રોમાંચક પણ છે. તેની પત્ની અભિલાષાએ જણાવ્યું કે અશોક છેલ્લાં બે વર્ષથી આ પ્રોજેક્ટ પર ખૂબ મહેનત કરી રહ્યો છે અને હવે 
તેનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અભિલાષાએ જણાવ્યું કે અમે હંમેશાં પોતાનું પ્લેન ઇચ્છતાં હતાં એથી પહેલા લૉકડાઉનમાં અમે પૈસાની બચત કરવાની શરૂઆત કરી અને ખાસી મોટી રકમની બચત કર્યા બાદ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. મારી દીકરીઓએ ઘણી વાર હવાઈ મુસાફરી કરી છે, પરંતુ તેમના પિતા પાઇલટ હોય એવી ફ્લાઇટમાં તેમણે ક્યારેય મુસાફરી કરી નથી. પોતાનું પ્લેન તૈયાર કર્યા બાદ પૂરો પરિવાર એકસાથે આકાશમાં ઊડશે એ ક્ષણ ઘણી યાદગાર રહેશે એમ જણાવતાં તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી મહિનાઓમાં અમે આખા પરિવાર સાથે પ્રથમ વાર પ્લેન ઉડાડીશું એવી આશા છે. 

18 January, 2022 09:16 AM IST | Essex | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઝૂકીપરને જંગલના રાજાને સળી કરવાનું ભારે પડ્યું

કૅરિબિયન ટાપુ રાષ્ટ્ર જમૈકામાં જંગલના રાજા સિંહને સળી કરવાની સજારૂપે ઝૂકીપરે તેની આંગળી ગુમાવવી પડી હતી.

24 May, 2022 01:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સાઇબીરિયાનો નરકના દરવાજા જેવો આ કુદરતી ખાડો વધુ ને વધુ વિશાળ થઈ રહ્યો છે

રશિયાના સાઇબીરિયામાં માટી ધસી પડવાને કારણે માઉથ ટુ હેલ અર્થાત નરકનું પ્રવેશદ્વાર નામક એક વિશાળ ખાડો તૈયાર થયો છે.

24 May, 2022 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ભીનાં પીંછાંને સૂકવી ન શકનારા બતક માટે બનાવ્યો રેઇનકોટ 

અબોલ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાભર્યું એક પગલું પણ તેમના જીવનમાં ઘણો ફેરફાર લાવી શકે છે.

24 May, 2022 01:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK