° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


ઉજ્જૈનમાં ભૈરવનાથને ૧૩૫૧ પ્રકારના ભોગમાં શરાબ અને સિગારેટ પણ ધરાવાય છે

19 November, 2022 12:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉજ્જૈનમાં ભગતીપુરામાં આવેલા ૫૬ ભૈરવ મંદિરમાં બુધવારે સાંજે ભૈરવ અષ્ટમીના દિવસે ભગવાન ભૈરવનાથને દારૂ અને સિગારેટ સહિત કુલ ૧૩૫૧ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હતા.

ઉજ્જૈનમાં ભૈરવનાથને ૧૩૫૧ પ્રકારના ભોગમાં શરાબ અને સિગારેટ પણ ધરાવાય છે Offbeat News

ઉજ્જૈનમાં ભૈરવનાથને ૧૩૫૧ પ્રકારના ભોગમાં શરાબ અને સિગારેટ પણ ધરાવાય છે

ઉજ્જૈનમાં ભગતીપુરામાં આવેલા ૫૬ ભૈરવ મંદિરમાં બુધવારે સાંજે ભૈરવ અષ્ટમીના દિવસે ભગવાન ભૈરવનાથને દારૂ અને સિગારેટ સહિત કુલ ૧૩૫૧ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનના કાલભૈરવ મંદિરમાં શરાબનો પ્રસાદ ચડાવવાની પ્રથા છે. પ્રાચીન સમયથી અહીં ભૈરવ અષ્ટમીની ઉજવણી થાય છે. એ નિમિત્તે ભૈરવબાબાને આકર્ષક રીતે શણગાર્યા બાદ પૂજા કરીને મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મહાભોગની વિશેષતા એ છે કે એમાં ૧૩૫૧ પ્રકારનાં વિવિધ વ્યંજનનો ભોગ ધરાવવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના દારૂ, સિગારેટ અને ભાંગનો સમાવેશ હોય છે. 
ભગવાનના ભક્તો જ મહાભોગના પ્રસાદની વ્યવસ્થા કરે છે, જે ભગવાનને ભોગ ધરાવાયા બાદ તેમના ભક્તોમાં વહેંચવામાં આવે છે. ૧૩૫૧ પ્રકારની વસ્તુઓમાં ૩૯૦ પ્રકારની અગરબત્તી, ૨૦૦ પ્રકારની અન્ય ચીજો, ૧૮૦ પ્રકારના ફેસમાસ્ક, ૬૪ પ્રકારની ચૉકલેટ, ૫૫ પ્રકારની મીઠાઈ, ૪૫ પ્રકારનાં બિસ્કિટ, ૬૦ પ્રકારનાં ગુજરાતી નમકીન, ૫૬ પ્રકારના નાસ્તા, ૭૫ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સ, ૩૦ પ્રકારના ગજક, ૨૮ પ્રકારનાં સૉફ્ટ ડ્રિન્ક્સ, ૨૮ પ્રકારનાં ફળ, ૪૦ પ્રકારના દારૂ (રમ, વ્હિસ્કી, ટકિલા, વોડકા, બિયર અને શૅમ્પેન), ચિલમ, કેનાબીસ, ૪૦ પ્રકારની બેકરીની વસ્તુઓ જેવી વાનગીઓ તથા ૬૦ પ્રકારનાં સિગારેટનાં પાઉચનો સમાવેશ છે.  

19 November, 2022 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઉંદરોની સમસ્યાથી છુટકારો અપાવો, ૧.૩૮ કરોડની નોકરી મેળવો

આ નોકરી કરનારને શહેરી આયોજન, પ્રોજેક્ટ મૅનેજમેન્ટ તથા સરકારી કામનું પીઠબળ મળશે.

04 December, 2022 10:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અનલિમિટેડ ફન

કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં શુક્રવારે કૉમિક કોન ઇવેન્ટને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

04 December, 2022 10:07 IST | california | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ્સ સ્વીકારે છે આ ચાવાળો

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા ટ્વિટર પર અવારનવાર તેમના ફૉલોઅર્સ માટે રસપ્રદ વિડિયો પોસ્ટ કરતા રહે છે.

04 December, 2022 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK