° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


જંગલમાં હાથી લોખંડની વાડ પર ચડીને બીજી તરફ ઊતર્યો

20 November, 2021 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ૧૭ નવેમ્બરે ટ્વિટર પર અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વિડિયોને ૨.૫ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૨૦,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે. 

જંગલમાં હાથી લોખંડની વાડ પર ચડીને બીજી તરફ ઊતર્યો

જંગલમાં હાથી લોખંડની વાડ પર ચડીને બીજી તરફ ઊતર્યો

પ્રાણીઓને જો તેમની રીતે રહેવા મળે તો તેઓ ઘણાં એવાં કરતબ કરે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જંગલમાં પ્રાણીઓ અને એમાં પણ હાથી લોખંડની વાડ કુદાવી જાય? તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક હાથી જંગલમાં લોખંડની વાડને કુદાવી જવાનો પ્રયાસ કરે છે અને એમાં એ સફળ પણ થાય છે. હાથી માટે લોખંડની વાડ કુદાવી જવી મુશ્કેલ હતી, પરંતુ તેણે જે રીતે વાડ કુદાવી એ વિડિયો ખરેખર આશ્ચર્ય પમાડે છે. 
વિડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં હાથી એના આગળના એક પગને ધીમે રહીને બીજી તરફ મૂકે છે. પછી આગળના બીજા પગને આગળની તરફ મૂકીને ત્યાર બાદ આખા શરીરને વાડ પર ચડાવીને ધીમે-ધીમે વાડ ઓળંગી જાય છે. આ વિડિયો ભલભલાની બોલતી બંધ કરી શકે એવો છે. વિડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ૧૭ નવેમ્બરે ટ્વિટર પર અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વિડિયોને ૨.૫ લાખ કરતાં વધુ વ્યુઝ અને ૨૦,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે. 

20 November, 2021 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વાંદરાએ પોતાના માટે શોધી કાઢી ખાસમખાસ કૅટ-ટૅક્સી

રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે

05 December, 2021 08:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે

05 December, 2021 08:07 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી મોટા વૉશિંગ મશીન પિરામિડનો રેકૉર્ડ

આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે

05 December, 2021 08:01 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK