° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

28 November, 2021 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

ઈશ્વરે પૃથ્વી પર અનાજ ઉત્પન્ન કર્યું જેથી માનવી જીવી શકે, પણ આ પૃથ્વી પર કેટલાક એવા પણ માનવો છે જેઓ જીવવા માટે ખાતા નથી, પરંતુ ખાવા માટે જ જીવે છે. અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 
લૉસ ઍન્જલસના ડેવિડ આર. ચાને તેની પ્રત્યેક રેસ્ટોરાંની મુલાકાતની વિગતવાર નોંધ દર્શાવતી સ્પ્રેડશીટ તૈયાર કરી છે, જેને તેઓ અમેરિકામાં બદલાતી ચીની ઇમિગ્રન્ટ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ગણાવે છે. ડેવિડ થર્ડ જનરેશન ચાઇનીઝ અમેરિકન છે. વિવિધ રેસ્ટોરાંમાં ફરવા પાછળનો તેમનો મૂળ હેતુ લૉસ ઍન્જલમાં ઑથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરાંનું ખાણું ચાખવાનો હતો. એ માટે તેઓ ન્યુ યૉર્ક, સૅન ફ્રાન્સિસ્કો, મિસિસિપી એમ લગભગ પ્રત્યેક સ્થળોએ ફર્યા હતા. ૧૯૯૦માં પોતાનું કમ્પ્યુટર વસાવ્યા બાદ તેમણે કરેલાં તમામ સંશોધનોને જે-તે રેસ્ટોરાંના ફૂડના ફોટો સાથે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં છે. આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું છે.

28 November, 2021 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

મહિલાના એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પહેલા અને બાદના ફોટો જોઈને લોકો અવાક્

પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શૅર કર્યા હતા, જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી. મિશેલાએ ડિલિવરી દરમ્યાન એની કાળજી લેનાર મેડિકલ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.

28 January, 2022 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સૅન્ડવિચ-શૂઝની કિંમત છે ૮૫૦૦ રૂપિયા

કેટલાક લોકો સ્નિકર્સને અત્યારની ફૅશન ઍક્સસરીઝ ગણાવી રહ્યા છે ત્યારે બીજા કેટલાક લોકો કહે છે કે મોટા ભાગના ક્લોથ્સની સાથે આ શૂઝ મૅચ નહીં થાય.

28 January, 2022 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લકવાગ્રસ્ત પેશન્ટને કસરત માટે ઉત્સાહિત કરવા નર્સ કરે છે ડાન્સ

પેશન્ટ સાજો થઈ જાય છે ત્યારે તમામ ડૉક્ટરોનો આભાર માને છે, પરંતુ પ્રેમપૂર્વક તેની સારવાર કરનાર નર્સો તેમ જ મેડિકલ સ્ટાફ માટે આભાર બહુ નાનો શબ્દ હોય છે. 

28 January, 2022 11:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK