° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


ઇટલીના આ શહેરમાં રહેવા જનારને અપાશે ૨૪ લાખ

23 November, 2022 11:46 AM IST | Rome
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરિયાકિનારાની નજીક આવેલા આ શહેરમાં જવા માગતા લોકોને ત્યાંની સરકાર ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૪ લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે,

પ્રેસિસ શહેર Offbeat News

પ્રેસિસ શહેર

સામાન્ય રીતે આપણા ભારતીયો પૈકી ઘણા અમેરિકા કે અન્ય દેશોમાં સ્થાયી થવા માગતા હોય છે. એ માટે તેઓ અહીંની તમામ સંપત્તિ વેચતાં પણ ખચકાતા નથી. જોકે ઇટલીના પુગલિયા પ્રદેશમાં આવેલા પ્રેસિસ નામના પ્રાચીન શહેરની આખી વાત જ નિરાળી છે. દરિયાકિનારાની નજીક આવેલા આ શહેરમાં જવા માગતા લોકોને ત્યાંની સરકાર ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૪ લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે, જેથી લોકો ત્યાં જાય અને ઘર ખરીદે. હાલ આ વિસ્તારમાં ઘણાં બધાં ઘરો સાવ નિર્જન અવસ્થામાં છે. આ શહેરથી સુંદર દરિયાકિનારો માત્ર ૧૫ મિનિટ દૂર છે. ઇટલીની સરકારે દેશભરનાં વિવિધ નિર્જન ગામો ફરી ધમધમતાં થાય એ માટે આવી રોકડ રૂપિયાની ઑફર આપી છે. લોકો આ પૈસાથી ઘર ખરીદી શકે છે અને એમાં સમારકામ કરાવી શકે. અહીં ઘર માત્ર ૨૧,૦૦૦ પાઉન્ડ (૧૭ લાખ રૂપિયા)માં મળે છે. સરકાર અહીં આવવા માગતા લોકોને ૩૦,૦૦૦ યુરો (અંદાજે ૨૪ લાખ રૂપિયા) આપશે. જેનાથી તેઓ અહીં ઘર ખરીદી શકશે. આ શહેરમાં ઘણી હરિયાળી છે અને એક પોસ્ટ ઑફિસ, એક બૅન્ક અને સુપરમાર્કેટ છે. અગાઉ આ શહેર ઑલિવ ઑઇલ માટે જાણીતું છે. એ ઉપરાંત એને લીલા સોનાનું ઘર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ૧૯૯૧ પહેલાં અહીં ઘણી વસ્તી હતી, પરંતુ ત્યાર બાદ એ ખાલી થઈ ગઈ હતી. જેમને રકમ આપવામાં આવશે તેમણે ૧૯૯૧ પહેલાં બાંધવામાં આવેલા ગામમાં એક ઘર ખરીદવું ફરજિયાત છે. ઇટલીના અન્ય એક શહેર સામ્બુકાને એક યુરોમાં વેચવામાં આવ્યું હતું. 

23 November, 2022 11:46 AM IST | Rome | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

શું મુંબઈ મિઝોરમને અનુસરીને સાઇલન્ટ સિટી બની શકે?

મુંબઈ અને બૅન્ગલોર જેવાં શહેરો ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જૅમ માટે સમગ્ર વિશ્વમાં બદનામ છે

06 December, 2022 08:53 IST | Aizawl | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ચોરનું કન્ફેશન : ચોરી કરકે અચ્છા લગા, લેકિન બાદ મેં પછતાવા હુઆ

ચોર એસપીને જણાવે છે કે ‘મેં એક ઘરમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી

06 December, 2022 08:50 IST | Raipur | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ બ્રૉડવે છે કે હોટેલ?

યૉર્કના નિયમિત થિયેટર જતા રસિકજનો માટે આ હોટેલમાં એક મોટી આલીશાન જગ્યા છે

06 December, 2022 08:45 IST | New York | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK