Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મંડપમાં ભૂતપૂર્વ પ્રેમિકા પણ બેસી ગઈ અને વરરાજાને કહ્યું, ‘મારી સાથે પણ લગ્ન કર’

મંડપમાં ભૂતપૂર્વ પ્રેમિકા પણ બેસી ગઈ અને વરરાજાને કહ્યું, ‘મારી સાથે પણ લગ્ન કર’

30 July, 2021 11:08 AM IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિન્દી ફિલ્મોના ડ્રામૅટિક સીન જેવી એ ઘટના હતી

નૂર ખુસમુલ કોતિમાહના લગ્નનું દ્રશ્ય

નૂર ખુસમુલ કોતિમાહના લગ્નનું દ્રશ્ય


ઇન્ડોનેશિયાના લૉમ્બોક તેન્ગાહ પ્રાંતમાં ૨૦ વર્ષની નૂર ખુસમુલ કોતિમાહ નામની યુવતીનાં લગ્નમાં અનોખી ઘટના બની. હિન્દી ફિલ્મોના ડ્રામૅટિક સીન જેવી એ ઘટના હતી. લગ્નમાં આવેલી એક યુવતીએ પોતે નૂરના ૨૦ વર્ષના મંગેતર કોરિક અકબરની  ભૂતપૂર્વ પ્રેમિકા હોવાનો દાવો કર્યો. તેણે એ જ ઠેકાણે કોરિકને પોતાની સાથે પણ લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. કોરિકે તેના પરિવાર અને સાસરિયાં સાથે વાતચીત કરી.

છેવટે કોરિકને બન્ને સાથે પરણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો એથી કોરિક અકબરે નૂર ઉપરાંત ૨૧ વર્ષની એક્સ-ગર્લફ્રેન્ડ યુનીતા રુરી સાથે પણ લગ્ન કર્યાં હતાં.



નૂર આ કિસ્સામાં કોરિક સામે કોઈ વિરોધ નહોતી ઉઠાવી શકી. નૂરે એક ન્યુઝ-ચૅનલને જણાવ્યું કે ‘મારા પતિની એક્સ-ગર્લફ્રેન્ડ યુનીતાને અમારાં લગ્ન વિશે સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર કોરિકને અને મને સગાં, મિત્રો અને ​પરિચિતો અભિનંદન આપતાં હતાં, એ જોઈને યુનીતાને ખબર મળી હતી. એથી તેણે અમારાં લગ્ન વખતે કોરિકના ઘરે પહોંચીને કોરિકની પત્ની બનવાની માગણી કરી હતી.’


કોરિક સાથે તેને ૨૦૧૬માં રિલેશનશિપ હતી. અચાનક યુનીતાને જોઈને કોરિકને આશ્ચર્ય થયું હતું. ઇન્ડો​નેશિયામાં નૂર અને કોરિક જે સમુદાયના છે એ સમુદાયમાં ‘મેરિરાક’ નામે એક રિવાજ છે. એ રિવાજમાં મુરતિયો કન્યાનું અપહરણ કરીને તેને પોતાના ઘરે લાવે છે. કોરિક એ રિવાજ મુજબ નૂરનું અપહરણ કરીને તેને પોતાના ઘરે લાવ્યો હતો. બન્ને તરફથી દહેજની રકમ એકસરખી ૧.૭૫ મિલ્યન ઇન્ડોનેશિયન રૂપિયા (૮૯૮૦ રૂપિયા) મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 11:08 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK