આ વિડિયોને અત્યાર સુધી ૧.૩૭ લાખ વ્યુઝ મળ્યા છે તથા ૩૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.
છોકરી છે કે સ્પાઇડરમૅન?
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક નાની છોકરી સ્પાઇડરમૅનની જેમ દીવાલ પર ચડતી જોવા મળે છે. ૫૫ સેકન્ડની આ ક્લિપમાં છોકરી કોઈ પણ જાતના સપોર્ટ વિના માત્ર હાથ અને પગના પંજાની મદદથી દીવાલ પર સડસડાટ ચડતી જોઈ શકાય છે. છોકરી તેના હાથ અને પગ વડે દીવાલનો સહારો લઈને ધીમે-ધીમે શરીરને ઉપરની તરફ ખેંચીને દીવાલ ચડે છે. એક વાર દીવાલની ટોચ પર પહોંચ્યા પછી તે તેના પગ છૂટા કરીને હવામાં આરામ ફરમાવે છે. ત્યાર બાદ તે અડધે સુધી દીવાલ પર નીચે ઊતરીને પછી નીચે કૂદકો મારે છે. આ વિડિયોને અત્યાર સુધી ૧.૩૭ લાખ વ્યુઝ મળ્યા છે તથા ૩૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.