° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


Fun Friday: કિરન બેદીના ટ્રોલથી લઈને પ્રભાસનો લોકલ ટ્રેનમાં ડાન્સ થયા વાયરલ

13 May, 2022 12:06 PM IST | Mumbai
Shilpa Bhanushali

કિરન બેદીએ શૅર કર્યો વીડિયો અને થયા ટ્રૉલ, તો ઉબરનો `તમે ક્યાંથી છો` પ્રશ્ન અને તેનો જવાબ, સાથે જ મસ્ક ટ્રમ્પના અકાઉન્ટ પરથી ખસેડશે બૅનથી લઈને પ્રભાસના ડુપ્લિકેટનો લોકલ ટ્રેનમાં ડાન્સ ખૂબ જ વાયરલ થયા છે. જુઓ મીમ્સ ઑફ ધ વીક જે થયા છે પૉપ્યુલર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા દરરોજ કંઈક ચિત્ર-વિચિત્ર વસ્તુઓ વાયરલ થતી રહે છે. દૈનિક જીવન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય કે સરકારનો નિર્ણય અથવા મંત્રીઓના અળવીત્રા નિવેદનો. દરેક પ્રસંગે મીમ્સ એટલા સામાન્ય છે જેટલી આજના સમયમાં મોંધવારી. સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જ્યાં લાઇકના એક બટન સાથે કેટલાક લોકો લાગણીઓથી છલકાવે છે તો બીનોદ જેવા કોઈ ગુમનામ માણસની કોમેન્ટ કોલાહલ મચાવે છે. તેથી જ અમે દર અઠવાડિયે આવી કેટલીક ઠંડી-ગરમ, ખાટી-મીઠી વાયરલ વાતો તમારા સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

કિરન બેદીએ વીડિયો શૅર કર્યો છે જે સામાન્ય રીતે દેખાય છે કે એડિટેડ છે. તેમ છતાં દેશના જાણીતા આઇએએસ, આઇપીએસ ઑફિસર આવો વીડિયો શૅર કરે આ બાબતે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે...

રક્ષા વાસુદેવને કરેલ ટ્વીટ જેમાં તેણે ઉબરની સીટમાં પાછળ પોતાના ગ્રાહક માટે જે સલાહ લખી છે તે ખરેખર ખૂબ જ સુંદર છે અને રક્ષા વાસુદેવન પણ આ સલાહ લોકોને આપવા માગે છે અને આ માટે તેણે જે માર્ગ અપનાવવાની રીત શોધી છે તે ખરેખર જોવા જેવી છે.

એલન મસ્કે જ્યારે ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટને રિસ્ટોર કરવાની વાત કરી ત્યારથી લોકો એલન મસ્કને પણ જુદી જુદી સલાહો આપી રહ્યા છે તેમાંની એક એટલે માઝા નામના યૂઝરે એલનને પ્રશ્ન કર્યો છે કે જ્યારે વિશ્વમાં આટલું બધું મહત્વનું છે ત્યારે ખરેખર તમે ટ્રમ્પના અકાઉન્ટને રિસ્ટોર કરવા વિશે આટલું વિચારો છો?

અમિત બડવિક નામના ટ્વિટર યૂઝરે એક વીડિયો શૅર કર્યો છે જેમાં પ્રભાસનો ડુપ્લિકેટ ડાન્સ કરી તાલ સે તાલ મિલા ગીત પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો શૅર કરતાં યૂઝરે લખ્યું છે કે પૂજા શર્મા રેખા મુંબઈ લોકલ ટ્રેન સેન્સેશન આની સાથે જ તેણે #MumbaiLocal♥️ 
@MumbaiLocalTrai પણ ઉમેર્યા છે.

13 May, 2022 12:06 PM IST | Mumbai | Shilpa Bhanushali

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હા​ઈ હીલ્સ પહેરીને ટાઇટ દોરડા પર ચાલવાનો રેકૉર્ડ

અમેરિકાની વર્મોન્ટ રાજ્ય બેલોઝ ફોલ્સ યુનિયન હાઈ સ્કૂલની એરિયાની વન્ડરલ નામની ટીનેજરે સોમવારે ૪ ઇંચની હીલ્સ પહેરીને સ્કૂલના જિમમાં ૬ ફુટ ઊંચાઈએ આવેલા ટાઇટ દોરડા પર બાવન વખત મળીને કુલ ૬૪૦ ફુટ ચાલીને અનધિકૃત રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. 

22 May, 2022 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લિટરલી ‘પૈસોં કી બરસાત’

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોએ બધાને આશ્ચર્યમાં મૂક્યા છે.

22 May, 2022 08:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

યુએસના યુદ્ધજહાજ પર દેખાયો યુએફઓ

ડઝનેક કે સેંકડો ક્રૂમેને ૨૦૦૪માં બનેલી એક વિચિત્ર ઘટના વિશે હાલ જણાવ્યું હતું.

22 May, 2022 07:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK