° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


Fun Friday: બે બેસ્ટ ફ્રેન્ડ્સના આ ક્યૂટ વીડિયો સહિત જાણો બીજું શું થયું વાયરલ

27 May, 2022 06:14 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

તમે તમારા બેસ્ટ ફ્રેન્ડથી કેટલો વખત દૂર રહી શકો? અને લાંબા સમયે જો મળવાનું થાય તો તમારી સાતમા આસમાને હોય એમાં કોઈ શંકા નથી

પ્રતીકાત્મક તસવીર Fun Friday

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા દરરોજ કંઈક ચિત્ર-વિચિત્ર વસ્તુઓ વાયરલ થતી રહે છે. દૈનિક જીવન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય કે સરકારનો નિર્ણય અથવા મંત્રીઓના અળવીત્રા નિવેદનો. દરેક પ્રસંગે મીમ્સ એટલા સામાન્ય છે જેટલી આજના સમયમાં મોંધવારી. સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જ્યાં લાઇકના એક બટન સાથે કેટલાક લોકો લાગણીઓથી છલકાવે છે તો બીનોદ જેવા કોઈ ગુમનામ માણસની કોમેન્ટ કોલાહલ મચાવે છે. તેથી જ અમે દર અઠવાડિયે આવી કેટલીક ઠંડી-ગરમ, ખાટી-મીઠી વાયરલ વાતો તમારા સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

કૂતરાને ફેરવવા માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS સંજીવ ખિરવાર પર કાર્યવાહી થઈ છે. મામલો દક્ષિણ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમનો છે. આરોપ છે કે આ સ્ટેડિયમમાં રોજ સવારે 7 વાગ્યે સ્ટેડિયમમાંથી ખેલાડીઓ અને કોચને બહાર કાઢવામાં આવતા હતા, કારણ કે 7 વાગ્યે IAS સંજીવ પોતાની પત્ની સહિત સ્ટેડિયમમાં કૂતરાને વોક પર લઈને આવતા હતા. આ મામલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

તમે તમારા બેસ્ટ ફ્રેન્ડથી કેટલો વખત દૂર રહી શકો? અને લાંબા સમયે જો મળવાનું થાય તો તમારી સાતમા આસમાને હોય એમાં કોઈ શંકા નથી. આવો જ બે ટેણિયાં બેસ્ટ ફ્રેન્ડનો એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે બે બાળકો એકબીજાને બે મહિના બાદ મળે છે અને એકબીજાને જોતાં જ ભેટી પડે છે. લોકોને તેમની આ માસૂમ હરકત ખૂબ પાસદ આવી રહી છે. તમે પણ જુઓ વીડિયો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shannon | FitzFamily (@shannfitzgerald)

શું તમે ક્યારેય અરીસામાં જોઈને કહ્યું છે કે “વાહ, હું બિલકુલ બિગ બી જેવો દેખાઉં છું?” ચોક્કસપણે નહીં! પરંતુ, પુણેના પ્રોફેસર શશિકાંત પેડવાલે જરૂર કહ્યું હશે કે તેઓ અમિતાભ બચ્ચન સાથે અસાધારણ સામ્યતા ધરાવે છે. તેના પણ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shashikant Pedwal (@shashikant_pedwal)

એક વીડિયો નવપરિણિત બૉલીવુડના દુલ્હા રણવીર કપૂરનો વાયરલ થયો, જેમાં તે એક નાના બાળકને રમાડતો દેખાય છે. આલિયા ભટ્ટ સહિત અનેક લોકોએ આ ક્યૂટ વીડિયો પર કોમેન્ટ કરી હતી. તમે પણ જુઓ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nivaan gupta (@littlenivaan)

એક નાનકડા બાળકનો તેના પપી સાથે રમતા એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેની પાછળ એક ખાસ કારણ છે. વીડિયોમાં દેખાય રહ્યું છે કે નાનું બાળક ડોગ સાથે રમતી વખતે કેન્ડી પકડે છે અને પછી તે તેનું ધ્યાન ભટકાવીને કેન્ડી ચોરી લે છે. પ્યુબિટી પર શેર કરવામાં આવેલ વીડિયોને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pubity (@pubity)

27 May, 2022 06:14 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૦૦૦ કિલોમીટર દૂરથી આવ્યો, પણ બે વખત પ્રેમિકાઓએ આપ્યો દગો 

એક મહિનામાં બે વખત તે પોતાની પહેલી ડેટ માટે સ્પેનથી યુકે ગયો પરંતુ બન્ને વખત તેની સાથે દગો થયો

30 June, 2022 09:12 IST | Nottingham | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મિચોઆકાનમાં બન્યો મેક્સિકન લોકનૃત્યનો નવો વર્લ્ડ રેકૉર્ડ

રાજ્યના સાંસ્કૃતિક પ્રધાને આ રેકૉર્ડ માટે ભાગ લેવા આવેલા તમામ ડાન્સરો અને સંગીતકારોનો આભાર માન્યો હતો

30 June, 2022 09:09 IST | Michoacán | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મંગળ ગ્રહ પર વસંત

૩૦ માર્ચે લેવામાં આવેલા ફોટો મંગળની ધરતી પર સફેદ ઝિગ-ઝૅગના પૅચવર્ક દર્શાવે છે

30 June, 2022 09:07 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK