Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે બજારમાં આવ્યા ફાયર ગોલગપ્પા

હવે બજારમાં આવ્યા ફાયર ગોલગપ્પા

06 December, 2021 08:58 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનમાં લોકોએ અનેક ખાદ્ય આઇટમ્સ સાથે ચેડાં કરીને એની નવી ફ્યુઝન વાનગીઓ બનાવી છે

ફાયર ગોલગપ્પા

ફાયર ગોલગપ્પા


પાણીપૂરી કેવી રીતે અને કેવી જગ્યાએ બને છે એના લાખો-કરોડો અરે અબજો વિડિયો જાહેર થયા છે તો પણ પાણીપૂરી એક એવું સ્ટ્રીટ-ફૂડ છે જે ક્યારેય 
લોકોની પસંદગીના સ્ટ્રીટ-ફૂડની યાદીમાંથી એક પાયરી પણ નીચે ઊતરી શકે નહીં. 
લૉકડાઉનમાં લોકોએ અનેક ખાદ્ય આઇટમ્સ સાથે ચેડાં કરીને એની નવી ફ્યુઝન વાનગીઓ બનાવી છે, પણ હજી સુધી કોઈએ પાણીપૂરી સાથે આવો અખતરો નહોતો કર્યો એટલે રાહત હતી, પરંતુ હવે અમદાવાદમાં એક સ્થળે ફાયર પાણીપૂરી મળે છે. 
ઇન્સ્ટાગ્રામના ફૂડીક્રૂ-પેજ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પાણીપૂરી પકડીને એમાં આગ લગાવીને ફૂડ-બ્લૉગરના મોઢામાં મૂકે છે. 
પાણીપૂરીના નવતર પ્રયોગથી ઘણાએ એમાં રસ દેખાડ્યો છે તો કેટલાક લોકોએ એ કયા સ્થળે મળશે એની પૂછપરછ કરી છે. શું તમને આવી પાણીપુરી ખાવામાં રસ છે?


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 08:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK