° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


વર્કઆઉટ કરતી વખતે પડી, પણ પડી સીધી પ્રેમમાં...

31 July, 2021 01:20 PM IST | Mumbai | Agency

હવે આ વિડિયો જોયા પછી નેટિઝન્સને થઈ ઉત્સુકતા. ભઈ, બન્ને વચ્ચે કુછ કુછ હુઆ કે પછી રાત ગઈ બાત ગઈ. નેટિઝન્સે વાત કેટલી આગળ વધી એ જાણવાની કોશિશ કરી હતી. 

વર્કઆઉટ કરતી વખતે પડી, પણ પડી સીધી પ્રેમમાં...

વર્કઆઉટ કરતી વખતે પડી, પણ પડી સીધી પ્રેમમાં...

એશ્લી નામની એક યુવતીએ ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ-પેજ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે રજાના દિવસે જિમમાં વર્કઆઉટ કરતી વખતે હાથમાં વજન ઊંચકતાં જ અચાનક પડી જાય છે. એ જ સમયે એક વ્યક્તિએ તેને બચાવી લીધી જેથી એશ્લી ફરીથી પોતાનું વર્કઆઉટ કરવા માંડે છે. હવે આ વિડિયો જોયા પછી નેટિઝન્સને થઈ ઉત્સુકતા. ભઈ, બન્ને વચ્ચે કુછ કુછ હુઆ કે પછી રાત ગઈ બાત ગઈ. નેટિઝન્સે વાત કેટલી આગળ વધી એ જાણવાની કોશિશ કરી હતી. 
એશ્લીએ વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું કે પોતે ઘણી શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. એશ્લીના ટિકટૉક-પેજ પર નેટિઝન્સે આગળની વાત જાણવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેણે વધુ એક ફોટો શૅર કર્યો હતો, જેમાં બન્ને એકમેકની કંપનીમાં આનંદ માણી રહ્યાં હોય છે. સમજ્યા કાંઈ? એશ્લી એ માણસના પ્રેમમાં પડી અને બન્નેએ ડેટિંગ પણ શરૂ કરી દીધું.  
એશ્લીએ પોતાને બચાવનાર યુવકનું નામ પ્રેસ્ટન પેલફ્રે હોવાનું જણાવ્યું હતું. જોકે કેટલાકે આ ફોટોની સરાહના કરી હતી, તો વળી કેટલાકે આને ઑનલાઇન વ્યુઝ મેળવવાના હેતુથી આ બધું સેટિંગ કરાયું હોવાની પણ કમેન્ટ કરી હતી. 

31 July, 2021 01:20 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

અમદાવાદ : કચોરી વેચતા ૧૪ વર્ષના છોકરાનો વીડિયો વાયરલ, સેલેબ્ઝ પણ પહોંચ્યા ત્યાં

ટીવી સ્ટાર જય ભાનુશાલી વાયરલ વીડિયો જોયા બાદ ખાસ મણિનગર કચોરી ખાવા પહોંચ્યો હતો, પણ આજે છોકરો લારી લઈને આવ્યો જ નહોતો

24 September, 2021 07:12 IST | Ahmedabad | Rachana Joshi
ચિત્ર-વિચિત્ર

વધારાનાં કપડાં તકિયાના કવરમાં સંતાડીને વિમાનનો પ્રવાસ કર્યો

તકિયાને પોતાના લગેજ સાથે મૂકીને પ્લેનમાં પહોંચ્યા બાદ તેની ખુશીનો પાર નહોતો રહ્યો. આન્યાની પોસ્ટ પર નેટિઝન્સે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં.

24 September, 2021 01:57 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

આ મહિલાઓએ ઘરમાં ઘોડો પાળ્યો છે

૧૭ વર્ષના જૅક નામના આ ઘોડાને જો બિસ્કિટ કે કેક આપવામાં આવે તો એ કોઈ પણ આદેશનું પાલન કરવા તૈયાર થઈ જાય. હા, એ થોડો તોફાની પણ છે.

24 September, 2021 01:47 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK