° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


અમેરિકામાં હાઇવે પર મહિલાની ડિલિવરી, આઇફોનના ચાર્જર સાથે ગર્ભનાળ બાંધી

19 September, 2022 10:55 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં રહેતી એમિલી વાડેલને પ્રસૂતિની વેદના ઊપડતાં તેણે પોતાના ટ્રક-ડ્રાઇવર પતિને ફોન કરીને બોલાવ્યો હતો

એમિલી વાડેલ Offbeat

એમિલી વાડેલ

ઘણી વખત પ્રસૂતિની વેદના ઊપડી હોય અને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ ટ્રેનમાં કે રસ્તા પર ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય એવી ઘટના બનતી હોય છે. અમેરિકામાં રહેતી એમિલી વાડેલને પ્રસૂતિની વેદના ઊપડતાં તેણે પોતાના ટ્રક-ડ્રાઇવર પતિને ફોન કરીને બોલાવ્યો અને બન્ને હૉસ્પિટલ જવા ઇન્ડિયાના હાઇવે પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એમિલીને ખબર નહોતી કે તેઓ હૉસ્પિટલ પહોંચી નહીં શકે. એમિલીની આ કંઈ પહેલી પ્રસૂતિ નહોતી, પરંતુ આ વખતે કંઈક અજુગતું થવાનું હતું. ધીમે-ધીમે એનો દુખાવો વધતો જતો હતો, પણ એમિલીની ઇચ્છા નહોતી કે બાળકનો જન્મ ટ્રકમાં થાય. જોકે દુખાવો અસહ્ય બનતાં તેણે પતિને કહ્યું કે બાળક બહાર આવી રહ્યું છે. પતિ સ્ટીફને ધીમેથી બાળકીને બહાર ખેંચી લીધી. જોકે બન્નેને કંઈ ખબર પડતી નહોતી. એમિલીએ બાળકીનું મોઢું અને નાક ચૂમ્યું. વળી ટ્રકમાં એક આઇફોનનું ચાર્જર હતું એની સાથે ગર્ભનાળને બાંધી દીધી. આ ઘટના ૧૨ સપ્ટેમ્બરે બની હતી. દંપતી મદદ માટે ઇમર્જન્સી સર્વિસને સતત ફોન કરતું હતું એથી આ સમગ્ર ઘટનાનું ફોન રેકૉર્ડિંગ વાઇરલ થયું હતું.

19 September, 2022 10:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સૌથી ઝડપથી મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો આ ટીનેજરે

ભારતના આરીફ ઇબ્ન અબ્દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો

26 September, 2022 11:53 IST | Calgary | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધી ખુલ્લા પગે ચાલીને બનાવ્યો રેકૉર્ડ

આ જોડીએ આ સાહસ માટે વનુઆતુમાં આવેલા માઉન્ટ યાસુર પર્વત પર ૪૨ મીટરની ઊંચાઈ પર આ દોરી બાંધી હતી

26 September, 2022 11:48 IST | Tanna island | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી, હવે સીક્રેટ ઉકેલાયું

તેણે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો જેને ૭૦ લાખથી વધુ લોકોએ જોયો છે.

26 September, 2022 11:44 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK