° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


ડાંગરના ખેતરને જીવાતથી મુક્ત રાખવા થાઇલૅન્ડના ખેડૂતો કરે છે બતકનો ઉપયોગ

23 June, 2022 09:40 AM IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેતરોમાં ફરતાં બતક મોટા ભાગે ખાકી કૅમ્પબેલ નામની પ્રજાતિનાં બતક હોય છે

બતકની સેના Offbeat

બતકની સેના

થાઇલૅન્ડના ખેડૂતો લણણી પછી ડાંગરના ખેતરમાં ૧૦,૦૦૦ બતકની સેનાને છુટ્ટી મૂકી દે છે. થાઇલૅન્ડ અને આસપાસના દેશોમાં લાંબા સમયથી ચોખાના પાકને ગોલ્ડન ઍપલ સ્નેઇલ્સ જેવી જીવાતથી મુક્ત કરવા તથા બતકના ખોરાકનો ખર્ચ ઓછો કરવા આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાનો અભ્યાસ કરતાં જણાયું છે કે એ પર્યાવરણ માટે લાભકારી હોવા ઉપરાંત પાકની ઊપજ પણ સારી થાય છે.

આ બતક જમીનને સમથળ બનાવવા માટે ડાંગરની પરાળી પર પણ પગ મૂકે છે, જેના કારણે જમીન પર હળ ચલાવવાનું સહેલું થઈ પડે છે. આ ઉપરાંત આ પરંપરા ખેડૂતોને જંતુનાશકનો ઉપયોગ કરતાં પણ રોકે છે. આ પરંપરાને કારણે બતક તેમનું આખું જીવન ફૅક્ટરી ફાર્મ પર વિતાવવાના સ્થાને નાનાં ખેતરોમાંથી ખોરાક મેળવે છે.

ખેતરોમાં ફરતાં બતક મોટા ભાગે ખાકી કૅમ્પબેલ નામની પ્રજાતિનાં બતક હોય છે. તેઓ ૨૦ દિવસનાં થાય ત્યારથી તેમને એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફેરવવામાં આવે છે. લગભગ પાંચથી છ મહિનાના બાદ આ બતક એના સંવર્ધકના ખેતરમાં પાછાં ફરે છે, જ્યાં તે થોડાં વર્ષ ઈંડાં મૂકે છે. એ પછી એને વેચી દેવામાં આવે છે. જોકે આ બતક H5N1 એવિયન ફ્લુના વાહક હોવાનું જણાયું છે.

23 June, 2022 09:40 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સપનામાં આવેલા નંબરની લૉટરી લેતાં લાગ્યું ૧.૯૭ કરોડનું ઇનામ

સપનામાં આવેલા નંબરો પરથી તેણે લૉટરી લીધી હતી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે આ નંબરો તેને આટલું મોટું ઇનામ લગાવશે.

03 July, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ પરિવાર ઝાડુ વિના ઘરની બહાર પગ મૂકી શકતો નથી

આ પરિવારે જણાવ્યું કે તેમના ઘરની છત લીક થતી હોવા છતાં પક્ષીઓના આક્રમણના ભયે કોઈ એના રિપેરિંગ માટે આવવા તૈયાર નથી. સીગલ ર​ક્ષિત પક્ષી ગણાય છે, પણ હાલના તબક્કે એનાથી આ પરિવારને રક્ષણની જરૂર છે.

03 July, 2022 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પોપટે કાંગારુને પાંજરામાંથી મુક્ત કર્યું

થોર નામનો એક પોપટ તાજેતરમાં જ કાંગારુના પાંજરાનું લૉક કેવી રીતે ખોલાય એ શીખી ગયો હતો. એણે જ કાંગારુને મુક્ત કર્યું હતું.

03 July, 2022 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK