° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


સાઉથ આફ્રિકામાં બે માથાંવાળો અત્યંત દુર્લભ સાપ જોવા મળ્યો

02 July, 2022 08:30 AM IST | Durban
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાપ લગભગ ૩૦ સેન્ટિમીટર લાંબો હતો

બે માથાંવાળો સાપ Offbeat

બે માથાંવાળો સાપ

સાઉથ આફ્રિકાના ડર્બનના ન્દ્વેદ્વે શહેરના એક રહેવાસીએ તેના બગીચામાં બે માથાંવાળો સાપ જોતાં પોતાના બચાવ માટે સાપ પકડનાર નિક ઇવાન્સ નામની વ્યક્તિને બોલાવ્યો હતો. સદ્ભાગ્યે આ પ્રજાતિના સાપ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ તેનાં બે માથાં જોઈને ડર લાગવો સ્વભાવિક હતો. તે વ્યક્તિ કોઈ પણ જીવને હાનિ પહોંચાડવાની ઇચ્છા રાખતો ન હોવાથી એને બૉટલમાં ભરીને સુર​ક્ષિત સ્થળે મૂકી આવવા ઇચ્છતો હતો.

નવાઈની વાત એ છે કે સાપ પકડનારે પણ બે માથાંવાળો સાપ પહેલી વાર જોયો હતો, જે લગભગ ૩૦ સેન્ટિમીટર લાંબો હતો.  

આ સાપને સરકતો જોવો એ પણ એક લહાવો છે. ઘણી વાર બન્ને માથાં એકબીજાથી વિપરીત દિશામાં જવા માગતાં હોય છે, તો ઘણી વાર એક માથું બીજા માથા પર આરામ કરતું હોય એમ ટેકવેલું હોય છે. ઘણી ધીમી ગતિએ સરકી શકતા હોવાથી એ જલદીથી શિકાર થઈ જતા હોય છે અને આમ આ સાપ વધુ સમય જીવતા નથી. 

02 July, 2022 08:30 AM IST | Durban | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઓરાંગઉટાંગ લઈ રહ્યો છે વાઘનાં બચ્ચાંઓની કાળજી

વિડિયોમાં ઓરાંગઉટાંગ વાઘનાં ત્રણ બચ્ચાંઓ સાથે ગેલ કરી રહ્યો છે અને એક વાઘના બચ્ચાને બૉટલથી દૂધ પીવડાવી રહ્યો છે

09 August, 2022 11:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મેક્સિકોનાં ૭૧ વર્ષનાં દાદી છે બાસ્કેટબૉલ ચૅમ્પિયન

ઍન્ડ્રિયા લોપેઝ સાનએસ્ટેબન અટાટલાહુકા નામના શહેરની બાસ્કેટબૉલ કોર્ટમાં પોતાનો દબદબો બતાવે છે

09 August, 2022 11:40 IST | Mexico | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ઘરના આંગણામાં મૂક્યું વિમાન

આ જૂનું વિમાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

09 August, 2022 11:39 IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK