યુદ્ધમાં બન્ને દેશમાંથી ભાડૂતી સૈનિકોને યુદ્ધભૂમિ પર મોકલાયા હોવાની પણ અનેક વાતો થઈ રહી છે. રશિયન સૈનિકોએ આવા જ એક ભાડાના સૈનિકને યુક્રેનના કબજા હેઠળના કુર્સ્કમાંથી પકડ્યો છે.
અજબગજબ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ફાઇલ તસવીર
યુક્રેન અને રશિયા વચ્ચે કેટલાય સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બન્ને દેશમાંથી ભાડૂતી સૈનિકોને યુદ્ધભૂમિ પર મોકલાયા હોવાની પણ અનેક વાતો થઈ રહી છે. રશિયન સૈનિકોએ આવા જ એક ભાડાના સૈનિકને યુક્રેનના કબજા હેઠળના કુર્સ્કમાંથી પકડ્યો છે. બ્રિટનનો બાવીસ વર્ષનો જેમ્સ સ્કૉટ રાઇસ ઍન્ડરસન યુક્રેન તરફથી રશિયા સામે યુદ્ધ લડતો હતો. જેમ્સ બ્રિટનનો છે અને બ્રિટનમાં પણ ૪ વર્ષ સુધી સૈન્યમાં સેવા આપી ચૂક્યો છે, પણ પછી તેને કાઢી મૂક્યો હતો. એ પછી યુક્રેનની ઇન્ટરનૅશનલ બ્રિગેડમાં ભાડાના સૈનિક તરીકે લડવા માટે તેણે અરજી કરી હતી. તેને બંદી બનાવ્યા પછી તેના પિતા સ્કૉટ ઍન્ડરસને કહ્યું કે યુક્રેનની એક યુવતી સાથે જેમ્સને પ્રેમ થઈ ગયો છે. પરિવારે તેને યુક્રેન ન જવા ઘણું કહ્યું પણ તે ન માન્યો અને યુક્રેન પહોંચ્યો હતો. યુક્રેનના લોકો સાથે થઈ રહ્યું છે એ જેમ્સને નહોતું ગમતું. આ વર્ષની શરૂઆતમાં તેને યુક્રેનની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે તે રશિયા સામે યુદ્ધે ચડ્યો છે એવું જેમ્સનો પરિવાર માને છે.