° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ભૂતિયા ઘરમાં રહી બતાવો અને કમાવો

22 November, 2021 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આવા એક અનુભવી સાહસિક ‘હન્ટેડ હાઉસ ટેસ્ટર’ ઝેન્ગભાઈનું કહેવું છે કે આ કામ દેખાય એટલું સહેલું નથી.

ભૂતિયા ઘરમાં રહી બતાવો અને કમાવો

ભૂતિયા ઘરમાં રહી બતાવો અને કમાવો

ભૂતપ્રેત-પિશાચનો ભય દરેક દેશમાં જોવા મળે છે. ચીનમાં હમણાં એક રિયલ એસ્ટેટ એજન્સી ભૂતિયા ઘરમાં ર૪ કલાક રહેવા માટે લોકોને પૈસા ચૂકવી રહી છે. એમ કરીને અંધશ્રદ્ધાને લીધે ન વેચાતાં ઘરના ગ્રાહક શોધવાની મથામણ છે. એ માટે જેમ ફૂડ ડ્રિન્ક-ટેસ્ટર હોય છે એમ ‘હન્ટેડ હાઉસ ટેસ્ટર’ પણ માર્કેટમાં ઊભરાયાં છે, જે પૈસા લઈ ભૂતિયા ઘરમાં આખી રાત રહે છે, સંભવિત ગ્રાહકને વિડિયો-કૉલ કરીને રાતે ઘરનો નજારો દેખાડે છે વગેરે. આવા સાહસિકોને ભૂતિયા ઘરમાં રહેવા માટે દર મિનિટે એક યાન (૧ર રૂપિયા) જેટલું વળતર મળે છે. આવા એક અનુભવી સાહસિક ‘હન્ટેડ હાઉસ ટેસ્ટર’ ઝેન્ગભાઈનું કહેવું છે કે આ કામ દેખાય એટલું સહેલું નથી. મારા ઘણા મિત્રો કહે છે કે એક રાત રોકાઈને રોકડી કરી લેવાની, પણ તેમને રહેવા મોકલીએ ત્યારે ડરી જાય છે. ઉપરાંત તમારા ક્લાયન્ટ દેશના કોઈ પણ ખૂણે તમને બોલાવી શકે એટલે ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે.

22 November, 2021 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

28 November, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

28 November, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

28 November, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK