° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


પતિ અને બાળક સાથે ટેન્ટમાં રહેવા ઘર અને બિઝનેસ વેચી નાખ્યો આ મહિલાએ

09 May, 2022 09:25 AM IST | Dublin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરૂઆતમાં તેમને મુશ્કેલ લાગતું હતું, પણ પછી ધીમે-ધીમે તેઓ ટેવાઈ ગયાં

બાયર્ન રાયન પરિવાર સાથે ટેન્ટમાં Offbeat

બાયર્ન રાયન પરિવાર સાથે ટેન્ટમાં

રિપબ્લિક ઑફ આયરલૅન્ડની રાજધાની ડબ્લિનની ફિયોના બાયર્ન રાયન નામની મહિલા તેનું ઘર અને વ્યવસાય વેચીને પતિ અને બાળક તથા પાળેલા ડૉગી સાથે ટેન્ટમાં રહેવા ગઈ હતી. ઍટલાન્ટિકમાં ફિયોના રાયન એક સફળ રિયલ એસ્ટેટ કંપનીની માલિક હોવા છતાં જીવનમાં નવો આનંદ મેળવવા તેણે પોતાનું ઘર અને ધીકતો ધંધો બન્ને વેચી દીધાં હતાં.

યુનિવર્સિટી કૉલેજ ડબ્લિન પૂર્ણ કર્યા પછી ૨૦૧૫માં તે અમેરિકા ગઈ હતી, જ્યાં તે તેના પતિ બ્રેન્ડનને મળી હતી, જે મોહૌક જાતિનો છે. ફિયોના રાયન તેની સાથે તેની રિયલ એસ્ટેટ કંપનીમાં જોડાઈ અને તેમણે ખૂબ પ્રગતિ કરી. જોકે તેઓ જીવનમાં કાંઈક અનોખું કરવા માગતાં હતાં, જેની જાણ તેમને પોતાના વ્યવસાયમાં મળેલી સફળતા પછી થઈ હતી. આ યુગલ સિનિયર સિટિઝન્સને ઘર લેવા-વેચવામાં સહાય કરતું હતું. જોકે પોતાના આ કામથી તેમને સંતોષ નહોતો. છેવટે ગયા ઑક્ટોબરમાં પોતાનું ઘર અને ફેબ્રુઆરીમાં વ્યવસાય વેચીને તેમણે મિશિગનમાં એક ટેન્ટમાં રહેવાનું ઠરાવ્યું હતું.

શરૂઆતમાં તેમને મુશ્કેલ લાગતું હતું, પણ પછી ધીમે-ધીમે તેઓ ટેવાઈ ગયાં.

09 May, 2022 09:25 AM IST | Dublin | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

Fun Friday: બે બેસ્ટ ફ્રેન્ડ્સના આ ક્યૂટ વીડિયો સહિત જાણો બીજું શું થયું વાયરલ

તમે તમારા બેસ્ટ ફ્રેન્ડથી કેટલો વખત દૂર રહી શકો? અને લાંબા સમયે જો મળવાનું થાય તો તમારી સાતમા આસમાને હોય એમાં કોઈ શંકા નથી

27 May, 2022 06:14 IST | Mumbai | Karan Negandhi
ચિત્ર-વિચિત્ર

થીજી ગયેલા નાયગરા ધોધની દુર્લભ તસવીર

થીજી ગયેલા નાયગરા ધોધનો આ શાનદાર ફોટો બહાર આવ્યો છે. વિક્ટોરિયન યુગના એક પ્રવાસીએ ૧૯૮૫માં કૅનેડા અને અમેરિકાની સરહદ નજીક આવેલા આ ​વિશાળ ધોધ નજીક થીજી ગયેલા બરફ પર રમી રહેલા પ્રવાસીઓના ફોટો પાડ્યા છે.

27 May, 2022 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ફ્રેન્ચ ડેરડેવિલે રેકૉર્ડ બનાવ્યો

એક ક્રેન વચ્ચે બાંધવામાં આવેલા ૨૨૦૦ મીટર લાંબા વાયર પર ચાલ્યો હતો.

27 May, 2022 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK