° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


લખનઉમાં બેથી વધુ ડૉગી નહીં પાળી શકાય

20 September, 2022 11:17 AM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી પૉલિસી મુજબ ડૉગીનું લાઇસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાની અને યોગ્ય સમયે આવશ્યક રસી અપાવવાની જવાબદારી પણ ડૉગીના માલિકની રહેશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) Offbeat

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

લખનઉ શહેરમાં ડૉગીની વસ્તી પર નિયંત્રણ લાવવા માટે લખનઉની મહાનગરપાલિકા  ઘરદીઠ મહત્તમ બે ડૉગી પાળવાની છૂટ આપવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. આ ઉપરાંત ડૉગી પાળવા માટેની લાઇસન્સ-ફી પણ ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવાનું વિચારાઈ રહ્યું છે.

શહેરમાં ડૉગી કરડવાની વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ દરખાસ્ત પર વિચારણા કરવામાં આવી રહી છે. લખનઉ મહાનગરપાલિકાના ઍનિમલ વેલ્ફેર વિભાગના ડિરેક્ટર ડૉ. અરવિંદ રાવના જણાવ્યા અનુસાર પાળેલાં પ્રાણીઓ માટે, ખાસ કરીને ડૉગી માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ રહી છે જે મુજબ ડૉગીનો માલિક જાહેર સ્થળોએ એને છુટ્ટો નહીં મૂકી શકે તેમ જ એ આજુબાજુના લોકો માટે તકલીફ ન ઊભી કરે એ તેમણે જોવાનું રહેશે. 

નવી પૉલિસી મુજબ ડૉગીનું લાઇસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાની અને યોગ્ય સમયે આવશ્યક રસી અપાવવાની જવાબદારી પણ ડૉગીના માલિકની રહેશે. ડૉગી જ્યાં રહેતો હોય એ જગ્યા સ્વચ્છ અને આરામદાયક હોય એ જોવાની જવાબદારી પણ એના માલિકની રહેશે.

20 September, 2022 11:17 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ છે ૧૧૫૮ કિલોનું કોળું

આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે

06 October, 2022 10:28 IST | New York | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું.

06 October, 2022 10:27 IST | Manila | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે.

06 October, 2022 10:21 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK