બાળકોને રાખવાની કાચની પેટીમાં ૧૬૧ દિવસ રહ્યા પછી તેમને બહાર કાઢવામાં આવ્યાં.
બે વર્ષ અને ૪ મહિનાની ઉંમરે બન્યાં વિશ્વનાં સૌથી પ્રીમૅચ્યોર ટ્વિન
કૅનેડામાં જન્મેલા અદિઆ અને ઍડ્રિઅલ નામના ટ્વિન્સને તાજેતરમાં વિશ્વનાં સૌથી પ્રીમૅચ્યોર જન્મેલાં અને સર્વાઇવ થયેલાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર ટ્વિન્સનો ખિતાબ મળ્યો છે. આ ટબૂરિયાં રિયલમાં ફાઇટર છે. આ સંભવ બન્યું છે, કેમ કે તેમની મમ્મી શકીના પણ જબરી ફાઇટર છે. પ્રેગ્નન્સીના બાવીસમા અઠવાડિયે જ તેને લેબર પેઇન ઊપડ્યું હતું. અંદર બાળકોનો પૂરો વિકાસ નહોતો થયો અને તેઓ અંદર પણ સર્વાઇવ થઈ શકે એમ નહોતાં એટલે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે શકીનાએ ગર્ભપાત કરાવવાને બદલે બાળકોને જન્મ આપવાનું પ્રીફર કર્યું. એને કારણે સામાન્ય કરતાં ૧૨૬ દિવસ વહેલાં બાળકો જન્મ્યાં.
ADVERTISEMENT
જન્મ સમયે બન્નેનું ભેગું વજન ૭૫૦ ગ્રામ હતું, જે મેડિકલ હિસ્ટરીમાં સૌથી હલકાંફૂલકાં ટ્વિન-બર્થનો પણ રેકૉર્ડ છે. લગભગ મરી ચૂકેલાં બાળકોને મેડિકલ સારવાર આપીને પુનર્જીવિત કરીને તેમને લગભગ ૬ મહિના સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં. એ દરમ્યાન તેમણે ખૂબ તકલીફો પણ ભોગવી. શકીનાનું કહેવું છે કે બાળકોના જન્મના ૮ મહિના સુધી મેં અનેક વાર આ બાળકોને મરવાની અણી પર આવેલાં જોયાં હોવા છતાં મેં હાર નહોતી માની.
બાળકોને રાખવાની કાચની પેટીમાં ૧૬૧ દિવસ રહ્યા પછી તેમને બહાર કાઢવામાં આવ્યાં. હવે આ બાળકો સ્ટેબલ છે. બે વર્ષ ૪ મહિનાની ઉંમર ધરાવતાં આ ટ્વિન ટબૂરિયાંઓને સર્વાઇવ થયેલાં વિશ્વનાં સૌથી પ્રીમૅચ્યોર ટ્વિન્સનો ખિતાબ મળ્યો છે.

