આ સિક્કા બે કલાકની શસ્ત્રક્રિયા બાદ પેશન્ટના શરીરમાંથી કાઢવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં અજાયબીઓ બનતી જ રહે છે, પરંતુ એમાંની અનેક ઘટનાઓ માનવામાં ન આવે એવી હોય છે. કર્ણાટકના બાગલકોટમાં બનેલી એક અવનવી ઘટનામાં માનસિક વિકૃતિથી પીડાતી એક વ્યક્તિના પેટમાંથી ઑપરેશન કરીને ૧૮૭ સિક્કા કાઢવામાં આવ્યા છે.
ઊલટી અને પેટમાં દર્દની ફરિયાદ બાદ આ પેશન્ટને હનાગલ શ્રી કુમારેશ્વર હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તે માનસિક વિકૃતિથી પીડાતો હતો અને છેલ્લા ત્રણ મહિનામાં તે આટલા સિક્કા ગળી ગયો હતો. કર્ણાટકના બાગલકોટ શહેરમાં હંગલ શ્રી કુમારેશ્વર હૉસ્પિટલમાં એક ટેબલ પર પાથરેલા સિક્કાના તથા અન્ય ફોટો એક લાઇનમાં સરસ રીતે જોઈ શકાય છે. આ સિક્કા બે કલાકની શસ્ત્રક્રિયા બાદ પેશન્ટના શરીરમાંથી કાઢવામાં આવ્યા હતા.
સિક્કાનું કુલ વજન લગભગ દોઢ કિલો છે, જેને કાઢવા માટે કરાયેલી સર્જરીમાં બે કલાક લાગ્યા હતા. પેશન્ટની ઓળખ રાયચુર જિલ્લાના લિંગસુગુર શહેરના દ્યામપ્પા હરિજન તરીકે થઈ છે.