Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રેનની પાછળ દોડતા ડિલિવરી બૉયે યાદ અપાવી ‘DDLJ’ની, જુઓ વીડિયો

ટ્રેનની પાછળ દોડતા ડિલિવરી બૉયે યાદ અપાવી ‘DDLJ’ની, જુઓ વીડિયો

19 September, 2022 03:43 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક ડિલિવરી બૉય પાર્સલ પહોંચાડવા ટ્રેનની પાછળ દોડતો જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક) Offbeat

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક ડિલિવરી બૉય (Delivery Boy)નો વીડિયો વાયરલ થયો છે, જે સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક ડિલિવરી બૉય ચાલતી ટ્રેનની પાછળ દોડે છે અને દરવાજા પર ઉભેલી મહિલાને પાર્સલ હોંચાડે છે. આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સ તેને ‘ભાગ મિલ્ખા ભાગ’ (Bhaag Milkha Bhaag)નું ટાઇટલ આપી રહ્યાં છે તો કેટલાક તેને ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (Dilwale Dulhania Le Jayenge)ના ટ્રેન પકડવાના સીન સાથે સરખાવી રહ્યા છે.

અહીં જુઓ વાયરલ વીડિયો :




ટ્વિટર પર શૅર કરવામાં આવેલા વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, ‘આ આપણા આધુનિક જમાનાનો શાહરૂખ છે, આ ડિલિવરી બૉયને સલામ.’


ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલા તેના ઘરનો કેટલોક સામાન ભૂલી ગઈ હતી. તે લેવા માટે તેણે એક એપ ‘ઓન ડિમાન્ડ મલ્ટી ડિલિવરી સર્વિસ કંપની ડુન્ઝો’ (Dunzo)ની સર્વિસ વાપરવાનું નક્કી કર્યું હતું. જેથી તેને સમયસર તેનો સામાન મળી શકે. જોકે, ડિલિવરી બૉય ટ્રેન શરુ થાય છે તે જ સમયે સ્ટેશન પહોંચે છે. દરમિયાન, ડિલિવરી બૉય શક્ય તેટલી ઝડપથી દોડે છે અને અંતે ટ્રેનના દરવાજે ઉભેલી મહિલાને પાર્સલ પહોંચાડે છે. પાર્સલ મળતા જ મહિલા બહુ ખુશ થઈ જાય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા બાદ દરેક લોકો આ ડિલિવરી બૉયની પ્રશંસા કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ યુઝર્સ ડિલિવરી બૉયના વખાણ કરતા થાકતા નથી અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ ડિલિવરી બૉય ૧૦ ગણી ટિપનો કહદાર છે’. તો અન્ય યુઝરે લખ્યું છે કે, ‘તે પ્રમોશનને પાત્ર છે’. એક યુઝર કહે છે, ‘હું ડીડીએલજેને મિસ કરું છું’.

આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 03:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK